તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:જેતપુરમાં આવાસ પાસે ખાડામાં આખલો પડ્યો, રેસ્ક્યુ કરાયું

જેતપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધર્મ ભક્તિ ગૌશાળાના ખાડામાં ખાબક્યો હતો

જેતપુરના દેરડી રોડ વિસ્તારના રાજમાર્ગો પર અનેક રખડતા ઢોર નજરે પડશે, ત્યારે મોડી રાત્રે એક આખલો આવાસ યોજનાના ક્વાર્ટર નજીક આવેલા ખાડામાં ખાબક્યો હતો. ખાડામાં પડી જવાથી આખલો કણસી રહ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ ધર્મ ભક્તિ ગૌશાળાને જાણ કરી હતી અને સ્થાનિકોએ સાથે મળીને આખલાનું રેસ્ક્યુ કરવા તજવીજ હાથ ધરી હતી અને તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

દોરડા અને પીકઅપ વેનની મદદથી ખાડામાં ખાબકેલા આખલાનું રેસક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ આખલાને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે આખલાને ખાડામાંથી બહાર કઢાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધર્મ ભક્તિ ગૌશાળાના સંચાલકે જણાવ્યું કે ગૌશાળા ઘાયલ પશુને જે તે જગ્યા એથી ગૌશાળાએ પહોંચાડીને તેમની સારવાર તથા સારી રીતે રાખવાની વ્યવસ્થા કરે છે.

હાલ ગૌશાળા પાસે એક જ પીકઅપ વેન હોવાને કારણે ક્યારેક આ સેવામાં વાર લાગતી હોય છે. જો બીજી ગાડી હોય તો આ સેવાને થોડી વધારે ઝડપી બનાવી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે, દેરડી રોડ વિસ્તારમાં રખડતાં ઢોરોને છૂટા મૂકતા પશુપાલકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરાય તે અત્યંત જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો