દરોડા:જેતપુર તાલુકાના ચારણિયાની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 9 ઝડપાયા

જેતપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે 2,51,110નો મુદ્દામાલ કબજે લીધો

જેતપુર તાલુકાના ચારણીયા ગામે એક વાડી માલિક પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગારનો તમામ સરંજામ પૂરો પાડી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડીને નવ જુગારીને ૧,૧૬,૬૧૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતાં. ચારણીયા ગામે રહેતા અરવિંદભાઇ વશરામભાઇ સાવલીયા સીમ વિસ્તારમાં આવેલી પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગારનો તમામ સરંજામ પૂરો પાડી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતો હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી.

બાતમીને આધારે ગતરાતે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બાતમીવાળી વાડીએ રેડ કરતા દિનેશભાઇ રામજીભાઇ વાડોદરીયા, ઉકાભાઇ દુદાભાઇ સાવલીયા, ભુપતભાઇ રામજીભાઇ રૈયાણી, અમિતભાઇ નાથાભાઇ ઢોલરીયા, પંકજભાઇ નારણભાઇ, દિલીપભાઇ ગોવિંદભાઇ પરમાર, લલીતભાઇ ઉકાભાઇ રાબડીયા, કીરીટભાઇ ગોરધનભાઇ ઠૂંમર અને રાજેશભાઇ વલ્લભભાઇ રાબડીયાને ૧,૧૬,૬૧૦ની રોકડ રકમ તેમજ ચાર મોટર સાયકલ અને આઠ મોબાઈલ સાથે કુલ ૨.૫૧.૧૧૦ રૂપિયાના મુદ્દામાલ સાથે નવ શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે વાડી માલીક અરવિંદભાઇ સાવલીયા સ્થળ પર મળી ન આવતા તેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...