તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વીરપુરમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સની ધરપકડ

જેતપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દારૂ વેચવા નીકળેલો રિક્ષાચાલક ઝડપાયો

જેતપુર પાસેના વિરપુર ગામે દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવા પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં નિકળી હતી એ દરમ્યાન ટાવર ચોકમાંથી પસાર થતાં જાહેરમાં જુગાર રમતાં ઘનશ્યામ શીવલાલ ઠકકર,જીતુ ભાનુભાઈ કોટેચા,લલિત કેશુભાઈ વેકરીયા, છોટુ પરસોતમભાઈ વઘાસીયા, અશ્ર્વિન નટુભાઈ સીતાપરાને રોકડા રૂપિયા ૧૦,૬૧૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઈંગ્લીશ-દેશી દારૂનો જથ્થો અને દારૂ ગાળવાની ભઠ્ઠીઓ શહેર પોલીસે ઝડપી લીધી હતી, જે અંતર્ગત ગતરોજ તાલુકા પોલીસ પ્રોહિબિશનની ડ્રાઇવમાં હતી ત્યારે ચોકી ધાર પાસેથી જૂનાગઢ તરફથી આવતી ઓટો રીક્ષા નં.જીજે-૧૧-ટી.ટી.૧૮૮૨ વાળી પસાર થતાં શંકાનાં આધારે રોકી તલાસી લેતાં તેમાંથી દેશી દારૂ લીટર ૧૧૦ કિ.રૂ!.૨૨૦૦ નો મળી આવતાં રીક્ષા ચાલક અલ્તાફ ઈનુશભાઈ ભેસાણીયા તેમજ પાછળ બેસેલા રમાબેન ઉફે રમીલી વિજયભાઈ માકડીયાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો