રાજકોટ:સગીર પર ગેંગરેપમાં 3ની ધરપકડ, 2ની અટક

જેતપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેંગરેપ કરનાર ત્રણ આરોપીઓ - Divya Bhaskar
ગેંગરેપ કરનાર ત્રણ આરોપીઓ
  • જેતપુરના પાંચેય આરોપીને કોરોના ટેસ્ટ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલાયા

શહેરમાં એક સગીરાને ભોળવી એક યુવાને જુદીજુદી જગ્યાએ જુદાજુદા મિત્રો સાથે મળીને ગેંગ રેપ કર્યાના બનાવમાં આજે સીટી પોલીસે પોકસો હેઠળ છ શખ્સ સામે ફરિયાદ નોંધી ત્રણની ધરપકડ કરી હતી. જ્યારે બે આરોપીની અટકાયત કરી પાંચેયને કોરોના ટેસ્ટ કરાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. શહેરની સગીરા સાથે ધવલ પરખીયા નામના યુવાને લલચાવી ફોસલાવી મિત્રતા કેળવી તેણીને જુદીજુદી જગ્યાએ લઈ જઈ જુદાજુદા મિત્રો સાથે મળી ગેંગ રેપ આચરી, તેણીના ફોટા પાડી જાહેર કરવાની ધમકી આપીને ત્રણેક લાખ જેવી રકમ પડાવી લેવાની સગીરાએ જિલ્લા પોલીસવડાને ઇ મેઈલ દ્વારા કરેલી અરજીમાં સિટી પોલીસે વિધિવત રીતે આજે પોકસો એકટ હેઠળ છ શખ્સ જેમાં મુખ્ય આરોપી ધવલ પરખીયા, ભાર્ગવ જોશી, પાર્થ છાંટબાર, રોનક દોંગા, રાજુભાઇ અને એક અજાણ્યા વાડી માલીક સામે ફરિયાદ નોંધી હતી.

કુખ્યાત પાયલ બુટાણીના પિતાની ધરપકડ
ધવલને ગતરાત્રે જ પોલીસે જનતા નગર વિસ્તારમાંથી દબોચી લીધો હતો. જ્યારે ભાર્ગવ અને પાર્થને આજે સવારે તેના ઘરેથી પોલીસે ઝડપી લીધા હતા.  ફરીયાદમાં એક અજાણ્યા વાડી માલીક તરીકે ઉલ્લેખ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં પોલીસે ભાવેશ બુટાણી નામના શખ્સને ઉપાડી લીધો છે. ભાવેશ એ બીજો કોઇ નહીં,  સૌરાષ્ટ્રમાં કુખ્યાત લેડી ડોન તરીકે પંકાયેલી પાયલ બુટાણીનો પિતા થાય, જ્યારે પાંચમા આરોપી રોનકને સાંજે તેમના પરીવારે હાજર કરી દેતા ત્રણ આરોપીની વિધિવત રીતે ધરપકડ થઈ ગઈ જ્યારે બે આરોપીની ધરપકડ અટકાયત કરી પાંચેયના કોરોના ટેસ્ટ કરાવવા રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...