દરોડો:જેતપુરના કારખાનામાંથી 19 બાળમજૂરને મુક્ત કરાયા

જેતપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારખાના માલિકો અને મુકાદમ સામે ફરિયાદ

જેતપુરના કેટલાક સાડીઓના ફિનિશીંગના કારખાનેદારો પરપ્રાંતીય બાળકો પાસે મજુરી કરાવતા હોવા અંગેની દિલ્હીની બચપન બચાવ સંસ્થાને બાતમી મળતાં આ સંસ્થા દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ શાખાને સાથે રાખી બે કારખાના પર દરોડો પાડીને 19 જેટલા બાળમજૂરને મુક્ત કરાવી કારખાનેદારો તેમજ મુકાદમ સામે ફરીયાદ કરી હતી.

દિલ્હીની બચપન બચાવો આંદોલન નામની સંસ્થાને બાતમી મળી કે, યુપી અને બિહારથી બાળ મજૂરો લાવી અને અહીં મહિનામાં માત્ર બે જ દિવસની રજા આપી સવારથી રાત સુધી મજૂરી કરાવે છે. આ સંસ્થાએ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને સાથે રાખી સારણ નદી કાંઠે વીર હનુમાન મંદિર પાસેના રામેશ્વર હેન્ડ ફિનીશીંગમાં દરોડો પાડી ત્રણ અને નવાગઢ ગઢની રાંગ પાસેના મુસ્કાન ફિનીશીંગમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવી પ્રવીણભાઈ તેમજ અલીભાઈ સામે બાળમજૂર ધારા હેઠળ સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. અને તમામ બાળ મજૂરોની આરોગ્ય ચકાસણી કરાવી રાજકોટ બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલવામાં આવ્યા હતાં. અને ત્યાંથી તેઓના વાલી વારસને સોંપવાની કામગીરી હાથ ધરાશે તેવું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...