તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા 18 બાળમજૂર છોડાવાયા

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળ કલ્યાણ વિભાગે એનજીઓ સાથે મળી ઓપરેશન હાથ ધર્યું

જેતપુર શહેર સમગ્ર વિશ્વમાં સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગના કારણે વિખ્યાત બન્યું છે. સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગની પેટા કામગીરીમાં સાડી ફિનીશિંગ અને ઘડી, ઈસ્ત્રીનાં કામનો પણ સમાવેશ થાય છે. જેમાં વધુ ને વધુ બાળ મજૂરો કામ કરતા હોવાના પુરાવા મળતા રહ્યા છે. આ બાળ મજૂરોને ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી બોલાવવામાં આવતા હોય છે. જેતપુરમાં કેટલાક કારખાનેદારો પરપ્રાંતિય બાળમજૂરો પાસે મજૂરી કરાવતા હોવા અંગેની માહિતી મળતા ‘ બચપન બચાઓ’ એનજીઓ તેમજ ‘એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા સાડી ફિનિશિંગનાં કારખાનાઓમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ૧૮ જેટલાં બાળમજૂરોને મુક્ત કરાવાયા છે.

જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારમાં બચપણ બચાઓ એનજીઓ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ દ્વારા ઔદ્યોગિક વિસ્તારો જેવા ભોજાધાર,નવાગાઢ,સરધારપુર દરવાજા સહિતના ફિનિશિગના કારખાનાઓમાં રેડ કરવામાં આવી હતી. જેમાં ૧૮ જેટલા બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા .

શહેરના ગાયત્રી ફિનિશિંગ, કામધેનુ ફિનિશિંગ, અતુલ ફિનિશિંગ સહિતના કારખાનાઓમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી બાળ મજૂરો મળી આવ્યા હતા. આથી કારખાના માલિકો તેમજ મજૂરોને શહેર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા ત્યારબાદ કારખાના માલિકો સામે પોલીસમાં ફરિયાદ નોંધી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ બાળ મજૂરોને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...