તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:પાવી જેતપુરમાં 3 દિવસમાં કોરોનાના 13 કેસ નોંધાયા

જેતપુર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામજનોમાં કોરોનાની ગાઈડલાઈનને લઈ જાગૃતિ જરૂરી

પાવી જેતપુરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને છેલ્લા ત્રણ દિવસમાં જ 13 નવા કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે ગ્રામજનો બિન્દાસ્ત દેખાઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલ કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે પાવી જેતપુરમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. પાવી જેતપુર છેલ્લા ત્રણ જ દિવસમાં 13 કોરોનાના નવા કેસ જોવા મળી રહ્યા છે. જ્યારે 15 માર્ચથી અત્યાર સુધીનો આંકડો 93 દર્દીઓનો છે. જે માત્ર સરકારી રેકોર્ડ ઉપર છે. આ ઉપરાંત કેટલાક સાધન સંપન્ન લોકો મોટી સંખ્યામાં વડોદરાની ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા હોવાનું લોકચર્ચા મુજબ જાણવા મળી રહ્યું છે.

પાવી જેતપુર ગ્રામ પંચાયત દ્વારા દરરોજ લોકોને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા બાબતે સૂચન કરવામાં આવે છે. ઉપરાંત માસ્કનું પણ વિતરણ કરવામાં આવે છે. તેમ છતા લોકો બિન્દાસ્ત જણાઈ રહ્યા છે અને કોરોના તાંડવ કરી રહ્યો છે.

શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા આરટીપીસીઆર ટેસ્ટમાં પાવી જેતપુર પોલીસના 3 જણ સહિત કુલ 10 લોકો તેમજ સોમવારે રેપીડ ટેસ્ટમાં બીજા 3 મળી કુલ 13 કેસ નોંધાયા છે. આજ રોજ કોરોના બેકાબુ બનતો જણાતા છોટા ઉદેપૂરના એસ.પી ધર્મેન્દ્ર શર્માએ પાવી જેતપુરની મુલાકાત લઈને દુકાનદારોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટનસનું પાલબ કરવાનું સૂચન કર્યું હતું. અને આનું પાલન નહિ કરનાર વેપારીની દુકાન સિલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો