તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ વિરપુર હાઈ-વે પર ટ્રક ચાલકે એકટીવા લઈને ત્રિપલ સવારીમાં નીકળેલી ત્રણ બહેનને અડફેટે લેતા એકનું મોત જ્યારે અન્ય બેને ઈજા પહોંચી છે. નવાગઢના રામૈયા હનુમાન વિસ્તારમાં રહેતાં વિક્રમભાઈ ધીરુભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ તેમની પુત્રી ખુશી તથા તેની ૨ સહેલી કાજલબેન અને પ્રભાબેન ઉફે બાલીબેન ગામે ગયાં હતાં અને જયાંથી પોતાનું એકટીવા લઈને પરત આવતાં હતાં ત્યારે વિરપુર હાઈ-વે પર રવિ હોટલ નજીક ટ્રક નંબર જીજે-૩ એડબ્લ્યુ ૩૫૫૫ના ચાલકે એકટીવાને અડફેટે લીધું હતું.
એકટીવા ટ્રકના પાછળનાં ગાર્ડમાં અથડાયા બાદ ટ્રકનું વ્હીલ એકટીવા પર ફરી વળતાં ખુશીનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે મોત થયું હતું જયારે તેની બહેનપણી કાજલ અને પ્રભાવને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.