હુમલો:બીભત્સ ગાળો આપ્યા બાદ યુવાન પર છરીથી હુમલો

જસદણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીંછિયાના અમરાપુર ગામે બનાવ બન્યો
  • ઓટાળા નજીક કાર ઠોકરે બાઈકચાલકનું મોત

વીંછિયા તાલુકાના અમરાપુર ગામે રહેતા યુવાન પર પિતા-પુત્રએ છરી અને ધારીયાથી હૂમલો કર્યો હતો. આથી પિતા પુત્ર સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી હતી. વીંછિયાના અમરાપુર ગામે રહેતા પીન્ટુ પુનાભાઈ વાસાણી(ઉ.વ.૩૦) ને તે જ ગામના રવિ ખાચરે ગાળો આપી છરીથી હુમલો કરતા પીન્ટુએ છરી પકડી લેતા અંગુઠામાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ રવિના પિતા જગુભાઈ ખાચરએ ધારીયુ ઉગામી હૂમલો કરતા અન્યો શખ્સોએ વચ્ચે પડી ઝઘડો અટકાવ્યો હતો. બાદમાં જગુભાઈએ પિન્ટુને પતાવી દેવાની ધમકી આપી હતી.

પિન્ટુએ ઉકત બન્ને પિતા-પુત્ર સામે ફરીયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જયારે અન્ય એક બનાવમાં ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક હાઈવે પરથી પોતાના બાઇક પર જઇ રહેલા સવુભા હઠુભા જાડેજા (ઉ.58)ને પાછળથી ધસી આવેલી કાર નં. GJ-23- H- 2687ના ચાલકે હડફેટે લઈ ઠોકર મારતા બાઈક ચાલક વૃધ્ધ ફંગોળાઈને પટકાયા હતા અને ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...