તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વીંછિયાના 10 ગામમાં વોટર સિક્યુરિટી પ્લાન અંતર્ગત વર્કશોપ

જસદણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર છેલ્લા 33 વર્ષથી જળ, જમીન, જંગલ, ખેતી અને પર્યાવરણના શિક્ષણ તેમજ જાગૃતિનું કાર્ય જસદણ-વિંછીયા વિસ્તારમાં કરી રહ્યું છે. પાણીની સલામતી ઉભી થાય એટલા માટે જર્મન સ્થિત એજન્સી HSS ના આર્થિક સહયોગથી “જલસેતુ” પ્રોજેક્ટ ચલાવાઇ રહ્યો છે. વિંછીયા તાલુકાના 10 ગામમાં છેલ્લા 1 વર્ષથી પાણી સલામતીનું આયોજન અને પાણીના અંદાજપત્ર વિશેની કામગીરી હાથ ધરાઇ રહી છે. દરેક ગામમાં બે “જલદુત” યુવાનોની હરોળ ઊભી કરાઇ છે.

જલસેતુ કાર્યક્રમ અંતર્ગત ગામમાં કુવા, બોર સર્વે, જમીન ઉપયોગીતા મેપ, વોટર શેડ મેપ, ભૂસ્તરીય નકશો, જમીનમાં રહેલા વિવિધ ખડકોનો અભ્યાસ, કુવામાં જળ સ્તરની તપાસ પદ્ધતિથી પાણી સંગ્રહની અને રીચાર્જની શક્યતાઓનો અભ્યાસ કરી વરસાદી પાણીની સલામતી કઈ રીતે ઉભી થાય એનો પ્લાન “વોટર સિક્યુરીટી પ્લાન” બનાવાયા છે અને પ્લાનની સમજણ, ગામલોકોની ભાગીદારી, અમલીકરણ, ગામલોકોની ભૂમિકા, સરકારી યોજનાઓ સાથે પ્લાનનું જોડાણ વગેરે વિષય પર વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં ACT સંસ્થા ભુજ દ્વારા પાણી સલામતી પ્લાન લોકો સાથે શેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો