તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Jasdan
 • Workshop Under 'Jalsetu' Project In Collaboration With German Based Agency To Explain The Importance Of Water Conservation In 10 Villages Of Vinchhia Taluka.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કશોપ:વીંછિયા તાલુકાના 10 ગામમાં પાણીની બચતનું મહત્વ સમજાવવા વર્કશોપ, જર્મન સ્થિત એજન્સીના સહયોગથી ‘જલસેતુ’ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી

જસદણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર છેલ્લા 33 વર્ષથી જળ, જમીન, જંગલ, ખેતી અને પર્યાવરણના શિક્ષણ તેમજ જાગૃતિનું કાર્ય જસદણ-વિંછીયા વિસ્તારમાં કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં અગત્યનું પરિબળ એટલે પાણી કે જેના વિના જન જીવન અને ખુબ અગત્યનો વ્યવસાય એવો ખેતી-પશુપાલન જે શક્ય જ નથી. આ પાણીની સલામતી ઉભી થાય એટલા માટે જર્મન સ્થિત એજન્સી HSS ના આર્થિક સહયોગથી “જલસેતુ” પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિંછીયા તાલુકાના 10 ગામમાં છેલ્લા 1 વર્ષથી પાણી સલામતીનું આયોજન અને પાણીના અંદાજપત્ર વિશેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેની સમજણ ગામ લેવલે સારી રીતે ઉભી થાય એટલા દરેક ગામમાં બે “જલદુત” યુવાનોની હરોળ પણ ઉભી કરવામાં આવી છે.

જેને વખતો વખત તાલીમ આપી અને આ વિષયનું જ્ઞાન આપવામાં આવ્યું છે. જલસેતુ કાર્યક્રમ અંતર્ગત દરેક ગામમાં કુવા, બોર સર્વે, જમીન ઉપયોગીતા મેપ, વોટર શેડ મેપ, ભૂસ્તરીય નકશો, જમીનમાં રહેલા વિવિધ એક્વીફર(ખડકો) નો અભ્યાસ, કુવામાં જળ સ્તરની તપાસ પદ્ધતિથી જમીનમાં રહેલી પાણી સંગ્રહની અને રીચાર્જની શક્યતાઓનો અભ્યાસ કરી વરસાદી પાણીની સલામતી કઈ રીતે ઉભી થાય એનો પ્લાન એટલે કે “વોટર સિક્યુરીટી પ્લાન” બનાવવામાં આવ્યા છે. આ પ્લાનની સમજણ અને એમાં ગામ લોકોની ભાગીદારી, તેનું અમલીકરણ, અમલીકરણમાં ગામ લોકોની ભૂમિકા, સરકારી યોજનાઓ સાથે પ્લાનનું જોડાણ વગેરે વિષય પર આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ACT સંસ્થા ભુજ દ્વારા પાણી સલામતી પ્લાન લોકો સાથે શેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો