ચૂંટણી:સાણથલી બેઠક પર મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ, આપે ફોર્મ રજૂ કર્યા, કોંગ્રેસ આજે કરશે

રાજકોટ જિ.પં.ની જસદણની સાણથલી અને શિવરાજપુર બેઠકની પેટા ચૂંટણી તા.3 ના યોજાશે. જેમાં આજે શુક્રવારે સાણથલી બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર રસીલાબેન રમેશભાઈ વેકરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે આપના મહિલા ઉમેદવાર રીટાબેન સુરેશભાઈ વાડોદરીયાએ ફોર્મ ભર્યું હતું. શિવરાજપુર બેઠક પરથી આપના રૂપસિંગભાઈ પોપટભાઈ સોલંકીએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું. આ બન્ને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરનાર હોવાથી ત્રિપાંખીયો જંગ જામશે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે ભાજપ દ્વારા સાણથલી બેઠક માટે સત્તાવાર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપમાં અાંતરિક અસંતોષ છવાયો હતો. ભાજપ દ્વારા શિવરાજપુર બેઠકના ઉમેદવારના નામની છેલ્લી ઘડી સુધી જાહેરાત ન કરતા રાજકારણ ગરમાયું છે. જ્યારે શિવરાજપુર બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિનુભાઈ જગદીશભાઈ મેણીયાના નામની સત્તાવાર જાહેરાત કરાઇ છે. જ્યારે સાણથલી બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે શારદાબેન વિનુભાઈ ધડુકના નામની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને સીટના ઉમેદવારો આજે શનિવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.

અન્ય સમાચારો પણ છે...