સંતાનો નોધારા:મોઢુકા પાસે ભાણેજની બાઈક પરથી પટકાતા મહિલાનું મોત

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનતા પૂરી કરી ઘરે પરત ફરતા હતા ત્યારે બનાવ બન્યો
  • ચાર મહિના પહેલાં પતિનું મોત થયું હતું, સંતાનો નોધારા

વીંછિયાના મોઢુકા ગામ નજીક ભાણેજની બાઈક પરથી પટકાતા મહિલાનું મોત નીપજ્યું હતું. જો કે આ બનાવના 4 માસ પહેલા પતિના અવસાન બાદ મહિલાનું મોત નિપજતા ત્રણેય સંતાન નોંધારા બન્યા હતા. જસદણના કડુકા ગામે રહેતા આશાબેન કેશુભાઈ પરમાર (ઉ.વ.38) નામના મહિલા મોઢુકા ગામ નજીક તેના ભાણેજ ભરતની બાઈકમાંથી નીચે પટકાતા તેઓને શરીરે ગંભીર ઈજા થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેઓને ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

મૃતક આશાબેનને સંતાનમાં એક પુત્રી અને બે દીકરા છે તેમજ તેમના પતિનું પણ ચારેક માસ પહેલા અવસાન થયું હતું. આશાબેન ભાણેજ ભરત સાથે માનતા પુરી કરવા ભદ્રવાડી ગયા બાદ ત્યાંથી પરત ફરતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આશાબેનના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો, અને સંતાનોએ ચાર જ માસની અવધિમાં માતા, પિતા બન્ને ગુમાવ્યા હતા.

મોરબીમાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાત
મોરબીના પાવનપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા પરિવારની 20 વર્ષની યુવતીએ ઘરમાં જ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. હિરેનભાઈ હરજીવનભાઈ પરમારના મકાનમાં ભાડેથી રહેતા મૂળ જામનગર જિલ્લાના વતની દિવ્યાબા રામદેવસિંહ જાડેજા નામની 20 વર્ષની યુવતીએ ઘરમાં જ ફાંસો લગાવી લેતા મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...