જેના પ્રેમને ક્યારેય પાખંડ ન નડે તેનું નામ “માં” અને જસદણનો કોટડીયા પરિવાર 90 વર્ષનાં માતા લાભુબેન કોટડીયા થકી આવા જ નિસ્વાર્થ અને વાત્સલ્યપૂર્ણ પ્રેમનો સાક્ષી રહ્યો છે. તેમના માતાના જીવનની 90 વર્ષની સફર, સમર્પણ અને સેવાને તથા માતાનાં વાત્સલ્યનાં શ્રેષ્ઠ અનુભવને ઉજવવા કોટડીયા પરિવાર દ્વારા \"માતૃવંદના\" કાર્યક્રમનું આયોજન જસદણ શહેરના આટકોટ રોડ પર આવેલા ગાયત્રી મંદિર પાસેના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું.
જેમાં સમાજના અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહી 90 વર્ષીય વડીલ લાભુમાંના આશીર્વાદ મેળવ્યા હતા. આ માતૃવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત જસદણના ધારાસભ્ય અને સરકારના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા, જસદણના ડો.દિપક રામાણી, રૂડાભાઈ ભગત, ભાજપના આગેવાન ધીરૂભાઈ ભાયાણી સહિતના આગેવાનોએ 90 વર્ષીય લાભુમાંને સારાં આરોગ્ય માટે શુભકામના પાઠવી હતી.
અને આવા શ્રેષ્ઠ કાર્યક્રમ બદલ કોટડીયા પરિવાર અભિનંદન પાઠવ્યા હતા. આ તકે 90 વર્ષીય લાભુમાંના પુત્રો લાલજીભાઈ, વલ્લભભાઈ, મનસુખભાઈ, દિનેશભાઈ અને અન્ય સદસ્યોએ પરિવારના મોભી લાભુમાંને સાદર પ્રણામ કરી માતૃવંદના કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.