જસદણના બજરંગનગરમાં રહેતા અને કન્સ્ટ્રકશન તથા બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતા મયુરભાઈ મગનભાઈ ધાનાણી નામના વેપારીએ જસદણના જ વ્યાજખોર જયવંતભાઈ જીલુભાઈ ધાધલ સામે જસદણ પોલીસ મથકમાં વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી છે.
આ મામલે જસદણ પોલીસે વ્યાજખોરની ધરપકડ કરવા તજવીજ આદરી છે. આ બનાવમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2012 માં જસદણ શહેરના આદમજીરોડ ઉપર રાજમંદિર શોપિંગ સેન્ટર ભાગીદારીમાં બનાવવું હોવાથી મે રૂ.10 લાખ 3 ટકે જયવંતભાઈ પાસેથી લીધા હતા અને દર મહિને રૂ.3 હજાર વ્યાજ ચૂકવતો હતો. આ રીતે 2020 સુધીમાં રૂ.37 લાખ વ્યાજે લીધા હતા. 2017 માં વ્યાજ વધી જતા ઉઘરાણી કરતા જસદણની જમીનનો રૂ.25 લાખનો સાટાખત કરી આપ્યો હતો.
મૂળ રકમ રૂ.37 લાખ, વ્યાજ, પેનલ્ટી સહીત આશરે રૂ.1.75 કરોડ જેવું ચૂકવી પણ દીધું હતું અને 2020 માં દસ્તાવેજ કરી તે રકમનો હિસાબ પૂરો કરી નાખ્યો હતો. ત્યારબાદ 2021માં રૂ.20 લાખ 3 ટકે, રૂ.5 લાખ 5 ટકે, રૂ.3 લાખ 8 ટકે લીધા હતા. જે રૂ.28 લાખનું 15 મહિના સુધીમાં રૂ.16.50 લાખ વ્યાજ ભર્યું હતું.
આમ છતાં રૂ. 33,45,000 ની ઉઘરાણી કરતા અને ધાક-ધમકી આપતા અમે ઉછીના પૈસા લીધા છે તેવું મોબાઈલમાં વિડીયો શુટિંગ ઉતારી લીધું હોય જેથી તમે પોલીસ પાસે વ્યાજખોરીની ફરિયાદ કરવા પણ ન જઈ શકો તેવું કહી ડરાવતા હતા અને વધુ રૂ.35.17 લાખ માંગતા હોય પૈસા ન હોય પરિવારને હકીકત જણાવી જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી જસદણ પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી વ્યાજખોર આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.