તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોર બેદરકારી:જસદણના શરમાળિયા મંદિર પાસે લાઇન તૂટતાં રોજ ઊડે છે પાણીના ફુવારા

જસદણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણી વિતરણ ચાલુ કરતાં જ શરૂ થઇ જાય છે ફૂવારો. - Divya Bhaskar
પાણી વિતરણ ચાલુ કરતાં જ શરૂ થઇ જાય છે ફૂવારો.
  • ચોમાસું ખેંચાયું છે ત્યારે પાણીની કિંમત સમજવાને બદલે 10 દી’થી તૂટેલી લાઇન રિપેર કરવામાં તંત્ર ઉદાસીન

શ્રાવણ માસ અડધા ઉપરાંત વીતી ગયો છે અને તહેવારો નજીક છે તેમજ ગત વર્ષે સારા ચોમાસાને લીધે હાલના સંજોગોમાં તો પાણીની સમસ્યા સામે આવી નથી, પરંતુ વરસાદ ખેંચાયો છે અને જો આમ જ રહ્યું તો આગામી સમય કપરો આવી શકે, પાણીની કિંમત સમજાઇ જવી જોઇએ પરંતુ જસદણમાં તંત્ર હજુ આ બાબતે ઉદાસીન જ હોય તેમ જણાઇ રહ્યું છે.

શહેરના શરમાળિયા મંદિર પાસે છેલ્લા 10 દિવસથી પાણીની લાઇન તૂટેલી હાલતમાં છે અને તેમાંથી ફૂવારા ઉડી રહ્યા છે, પાણી વેડફાઇ રહ્યું છે તેમ છતાં આ બાબતે તંત્ર ગંભીરતા દાખવતું નથી.અમૂલ્ય એવા પાણીનો વેડફાટ બંધ કરવા કોઇ તસદી લેવાઇ નથી રહી.

જસદણ શહેરના વોર્ડ નં.2 માં આવેલા શરમાળીયા મંદિર નજીક છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની પાઈપલાઈન તૂટેલી હાલતમાં છે. જેના કારણે જસદણ નગરપાલિકા દ્વારા જ્યારે-જ્યારે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે તૂટેલી પાઈપલાઈનના લીધે ફુવારા ઉડવા લાગે છે. જેના કારણે બેફામ પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

જોકે આ અંગે જસદણ નગરપાલિકાના વોર્ડ નં.2 ના કોર્પોરેટર બીજલભાઈ ભેસજાળીયા દ્વારા પાલિકાના જવાબદારોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. છતાં જસદણ નગરપાલિકાના જવાબદારો આ પાઈપલાઈન રીપેરીંગ કરવામાં ઉદાસીનતા દાખવતા હોવાથી જાગૃત નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે. જેથી જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા આ પાણીનો થતો વેડફાટ અટકાવવા માટે પાઈપલાઈનનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવું જસદણના જાગૃત નાગરીકો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...