રાજકોટ:જસદણમાં શાક માર્કેટનો પથારો વધ્યો, વાહનોએ રોડ શોધવો પડે!

જસદણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને લોકો નિરાંતે શાકની ખરીદી કરી શકે તે માટે ખાસ માર્કેટિંગ કરીને જસદણમાં રોડની એક સાઇડ બન્ને બાજુના વાહનોની અવરજવર માટે અને એક સાઇડ શાકની લારીવાળાઓ માટે રાખવામાં આવ્યો છે પરંતુ બને છે એવું કે શાક લેવા આવતાં લોકો વાહન માટેની સાઇડ પર વાહન પાર્ક કરી દે છે અને એ રીતે બન્ને બાજુ દબાણ ખડકાઇ જાય છે. એક તરફ વાહનોનું દબાણ અને બીજી તરફ ધંધાર્થીઓનો પથારો, લોકો ચાલે અને વાહન ક્યાં ચલાવે એ પ્રશ્ન સહેજે થાય. હવે તંત્ર આ સમસ્યાનો નિવેડો લાવે તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...