કાર્યવાહી:વીંછિયાના રેવાણિયા ગામ નજીક દારૂ સાથે બે પકડાયા

જસદણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 156 બોટલ સહિત રૂ.2.66 લાખનો મુદ્દામાલ જપ્ત

વિંછીયા તાલુકાના રેવાણીયા-દડલી ગામ નજીક સીમમાંથી પોલીસે 156 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. અને બંનેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેવાણીયા ગામ નજીક સીમમાં અશ્વિન ઉર્ફે સંજયભાઇ ધોરીયા(રહે-રેવાણીયા,તા-વિંછીયા) ની વાડીએ રેઈડ કરતા ઈકો ગાડીમાંથી દારૂની પેટીઓ ઉતારતા બે શખ્સો અશ્વીન ઉર્ફે સંજય દેવશીભાઈ ધોરીયા અને વાઘા હમીરભાઈ ગળચર(રહે બન્ને-રેવાણીયા,તા-વિંછીયા) મળી આવ્યા હતા.

આ રેઈડ દરમિયાન 156 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ.46,800 તથા ઈકો ગાડી કિંમત રૂ.2,00,000 તેમજ એક મોટર સાયકલ જેની કિંમત રૂ.20,000 મળી કુલ રૂ.2,66,800 નો મુદ્દામાલ મળી આવતા વિંછીયા પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...