કાર્યવાહી:વીંછિયા પાસેથી માદક પદાર્થના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

જસદણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.870 કિલો જથ્થો મળી કુલ 38700નો મુદ્દામાલ જપ્ત

રાજકોટ પોલીસ અધિક્ષક બલરામ મીનાએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ હતી. જેના પગલે એસ.ઓ.જી પો.ઈન્સ એસ.એમ.જાડેજા અને પો.સબ.ઈન્સ. એચ.એમ.રાણા એસ.ઓ.જી સ્ટાફ સાથે વીંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન પો.હેડ.કોન્સ. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, હિતેષભાઈ અગ્રાવત અને રણજીતભાઈ ધાધલને ખાનગી રાહે બાતમી મળેલી કે, ભગીરથ ગભરૂભાઈ ખાચર તેમજ રવિરાજ જયવંતભાઈ ધાધલ(રહેબન્ને-ગંગાજળ,તા-સાયલા,જી-સુરેન્દ્રનગર) બન્ને ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો રાખી વીંછિયા તાલુકાના નાનામાત્રા-સમઢીયાળા ગામ ચોકડી પાસે વેચાણ કરવાના ઈરાદે ઉભેલ છે. જેથી મળેલ બાતમીના આધારે રેઈડ કરી બન્ને શખ્સોને માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2 કિલો 870 ગ્રામ રૂ.28,700 તથા મોબાઈલ નંગ-2 રૂ.10,000 મળી કુલ રૂ.38,700 ના જથ્થા સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...