કોરોના અપડેટ:જસદણના કનેસરામાં બે મહિલા કોરોના પોઝિટિવ, તંત્રમાં દોડધામ

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલાઓના સંપર્કમાં આવેલા સંબંધીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા

જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતી આશરે ૩૦ વર્ષ આસપાસની બે મહિલાઓને થોડા વખતથી તાવ અને શરદીની તકલીફ હતી. બન્નેને ગઈકાલે કોરોનાના લક્ષણો જણાતા મહિલાના રેપીડ ટેસ્ટ કરાતા તે કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડાદોડી થઈ ગઈ હતી. બન્ને મહિલાઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા 10 દિવસમાં તેમના સંપર્કમાં આવેલા ગ્રામજનો અને તેમના પરિવારજનોના આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સ્થાનિક આરોગ્ય વિભાગને જસદણના કનેસરામાં એક સાથે બે કોરોનાના કેસ મળી આવતા ગામમાં રસીકરણની કામગીરી પણ વેગવંતી બનાવી દીધી હતી. કનેસરામાં અંદાજે 60 ટકા વેક્સિનેશનની કામગીરી થઈ ચુકી છે. રસીથી દૂર ભાગતા લોકો સામેથી રસી લેવા માટે આવવા લાગ્યા હતા. જસદણ તાલુકાના એક જ ગામમાં લાંબા સમય બાદ કોરોનાના એકસાથે બે-બે કેસ સામે આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને પોઝિટિવ આવેલી બન્ને મહિલાઓની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સહિતની જાણકારી મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...