તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટબુડિયાની શ્રદ્ધા:બે બાળકે બચતકુંભ રામ મંદિર નિર્માણ માટે આપ્યો

જસદણ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધિ એકત્રીકરણ માટે સોમવારે રામ ભક્તો વાજસુરપરા વિસ્તાર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું વિસ્તારવાસીઓ દ્વારા કુમકુમ તિલક અને પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં નિધિ એકત્રિકરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, તે દરમિયાન માત્ર 4 થી 6 વર્ષની ઉંમર ધરાવતા તન્વી અને આર્ય નામના બન્ને બાળકો દ્વારા પોતાની આજદિન સુધીની બચત કરેલ તમામ રકમ રામભક્તોને રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરાતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને સમગ્ર જસદણ ખાતે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

બન્ને બાળકોની માતાએ પણ પોતાના જન્મ દિવસ નિમિત્તે રૂ.11,111 અર્પણ કર્યા માત્ર 4 થી 6 વર્ષની ઉંમર ધરાવતા તન્વી અને આર્ય નામના બન્ને બાળકોએ તો રામ મંદિર નિર્માણ માટે પોતાની યથાશક્તિ મુજબનું ફંડ અર્પણ કર્યું હતું. પરંતુ તેમની માતા અલ્કાબેન અખિલભાઈ યાદવ દ્વારા પણ તેમનો જન્મદિવસ હોય રામ મંદિર નિર્માણના હેતુ માટે રૂ.11,111 નું સમર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરતા રામભક્તોએ તેમને બિરદાવ્યા હતા. પંથકમાં આ બાળકોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણની ભાવના પ્રેરણા સ્ત્રોત બની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો