દરોડો:જસદણમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે પકડાયા 13ના નામ ખુલ્યા,1.55 લાખનો મુદ્દામાલ જપ્ત

જસદણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂરલ એલસીબીના દરોડામાં રેકેટનો પર્દાફાશ, નાસી ગયેલા બુકીઓની શોધખોળ શરૂ

રાજકોટ રૂરલ એલસીબીની ટીમે જસદણ બાયપાસ પાસે ગોખલાણા ચોકડી નજીક આવેલા પ્લાયવુડના કારખાના સામે કારમાં મોબાઈલ આઈડી મારફત સટ્ટો રમતા બે બુકીઓને ઝડપી લઈ 6 મોબાઈલ ફોન, કાર, બાઈક મળી રૂ.1,55,600નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીના પીઆઈ અજયસિંહ ગોહિલ, હેડ કોન્સ. પી.ડી.સાવલીયા, કોન્સ્ટેબલ રહીમભાઈ દલ, ભાવેશભાઈ મકવાણા વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે જસદણનો પંકજ નટવરભાઈ ધારૈયા આઈપીએલની મેચ પર મોબાઈલ આઈડી મારફત જુગાર રમી અને રમાડી રહ્યો છે. તેથી જસદણ બાયપાસ પાસે આવેલા પ્લાયવુડના કારખાના પાસે પડેલી કારમાં દરોડો પાડતા પંકજ નટવરભાઈ ધારૈયા(ઉ.વ.52)ને મોબાઈલ આઈડીમાં આઈપીએલના મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપી લેવાયો હતો. તેની પુછપરછમાં સુરતના શૈલેષ ઉર્ફે કપીલભાઈ પટેલે આઈડી આપી હોવાનું માલુમ પડ્યું હતું.

વધુમાં પોલીસને આ શખ્સ પાસેથી અલગ-અલગ ગ્રાહકોના નામ પણ મળી આવ્યા હતા. જેમાં દિનેશ મનજી હીરપરા(ઉ.વ.50)(રહે-લાતીપ્લોટ,ગઢડીયા રોડ,જસદણ) નું નામ ખુલતા તેની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ સિવાય ડાયરીમાં લખેલા ગ્રાહકોના નામ મુજબ બી.રાધે ભુપતભાઈ, આર.આર.જે. રાજુ રાયપર, મયકો, મારાજ, ઘુઘો, જયેશ, કિશોર, પંકજ, રામુ અને આર.આર. એચડીએફસી તેમજ અન્ય બે મોબાઈલ નંબર મળી આવ્યા હતા. આ તમામ 13 ગ્રાહકો આરોપી સાથે ક્રિકેટ સટ્ટો રમતા હોવાની માહિતીથી મેળવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ દરોડામાં પકડાયેલા બન્ને શખ્સની પૂછપરછ કરતા શૈલેષ ઉર્ફે કપીલ રાધવભાઈ પટેલ, બી રાધે ભુપતભાઈ, જે રાજુ રાયપર, મચકો, મારાજ, ઘુઘો, જયેશ, કિશોર, પંકજ,આર.ડી.એફ.સી., રામુ સહિતના તપાસમાં ખુલે તેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...