અકસ્માત:વીંછિયા રોડ પર ત્રિપલ અકસ્માત, પૂર્વ MLAની કાર અડફેટે ચડી ગઈ, એકને ઈજા

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈકચાલક અને કારચાલક વેકેશન કરવા નીકળ્યા ને રસ્તામાં અકસ્માત નડ્યો
  • કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, કાર એકાએક વોંકળામાં ખાબકી

જસદણના વિંછીયા રોડ પર બે કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી બાઈક અને પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલની કાર સાથે ધડાકાભેર અથડાયા બાદ કાર રોડની સાઈડમાં રહેલા વોંકળામાં ખાબકી હતી. જોકે બાઈક સવારને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને અકસ્માતે વોંકળામાં ખાબકેલી કારના ચાલક તેમજ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.

બાદમાં ઈજાગ્રસ્ત બાઈક ચાલકને જસદણ સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને જસદણ પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી આરંભી હતી. દિવાળીના વેકેશનમાં ફરવા જઈ રહેલા બાઈક ચાલક અને કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા અન્ય ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...