રાજકોટ / કોરોનાની એન્ટ્રીથી લોકોમાં ધ્રુજારી

આટકોટ
આટકોટ
જસદણ
જસદણ
X
આટકોટઆટકોટ
જસદણજસદણ

  • આરોગ્ય અને પોલીસ તંત્રમાં દોડધામ
  • જસદણ, આટકોટ પંથક રહી-રહીને ઝપટે ચડ્યા

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

જસદણ. અત્યાર સુધી જે વિસ્તાર કોરોના મુક્ત રહી શક્યા હતા એ જસદણ અને આટકોટમાં રહી રહીને કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં હવે લોકોમાં ભય પેઠો છે. જસદણમાં મુંબઇથી આવેલા મહિલાને કોરોનાના લક્ષણો દેખાતાં કોઠીના નાલા તરીકે ઓળખાતા વિસ્તારમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે તો બીજી તરફ આટકોટમાં અમદાવાદથી આવેલા પુરુષને કોરોનાનો ચેપ જણાતાં કલાલના બંગલા વિસ્તારને સીલ કરી દેવાયા છે. જસદણના પોઝિટિવ દર્દી સાથે આવેલા ચાર વ્યક્તિને અને આટકોટના દર્દીના સંપર્કમાં આવેલા ચાર વ્યક્તિને રાજકોટ સમરસ હોસ્ટેલમાં મોકલાયા છે. 

દર્દી જ્યાં રહેતા હતા એ વિસ્તારો કરાયા સીલ
બન્ને બનાવમાં જસદણનાં પ્રાંત અધિકારી ગલચર, ટી.ડી.ઓ., આરોગ્ય શાખાનાં એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. રાઠોડ, આસિસ્ટન્ટ ડો. ઉપાધ્યાય, તાલુકા હેલ્થ ઓફીસર ડો. રામ, સુપરવાઇઝર પી. એમ. શુકલા, આટકોટના ડો. ચૌધરી, આટકોટ પોલીસ સ્ટેશનનાં પી. એસ. આઇ. મેતા સહિતના યોગ્ય કાર્યવાહી કરી હતી. જસદણમાં કોઠીના નાલા તરીકે ઓળખાતા વિસ્તારમાં શ્રીનાથજી ચોક ખાતે રહેતા પટેલ મંજુબેન કિશોરભાઈ માલવિયા મુંબઈથી આવ્યા હતા. આથી તેમની તપાસ હાથ ધરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જસદણ અને આટકોટના આ વિસ્તારોને સીલ કરી અવરજવર સદંતર બંધ કરી દેવામાં આવી છે અને લોકોને ઘરમાં જ રહેવા તાકીદ કરવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી