તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરવી વાસ્તવિકતા:જસદણ-આટકોટ રોડ પર વૃક્ષોનું બીજા દિવસે પણ છેદન

જસદણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક તરફ વૃક્ષો વાવવાની પ્રેરણા, બીજી બાજુ આ છે વરવી વાસ્તવિકતા

પર્યાવરણ વિભાગ દ્વારા પ્રદુષણ પર નિયંત્રણ લાવવા માટે એક તરફ વૃક્ષ વાવો-વરસાદ લાવોના સ્લોગન આગળ ધપાવાઈ રહ્યાં છે. જ્યારે બીજી તરફ જસદણ-આટકોટ ફોરલેન રોડ ઉપર રોડ બનાવો- વૃક્ષ કાપી નિકંદન કાઢો જેવું અવળું સૂત્ર તાદશ થતું જોવા મળી રહ્યું હતું. આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા રોડમાં નડતરરૂપ વૃક્ષો કાપવાની છેલ્લા બે દિવસથી કામગીરી કરવામાં આવી રહી છે.

પરંતુ જે વૃક્ષો કાપવામાં આવ્યા હતા તેની ડાળખીઓ અને થડ રોડની સાઈડમાં પાથરવાના બદલે રોડ પર જ પાથરીને બુદ્ધિનું પ્રદર્શન કરતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો હતો. આ રોડના કોન્ટ્રાક્ટરે વૃક્ષોનું છેદન કરી ડાળખીઓનું અને થડનું રોડ પર જ અનોખું પ્રદર્શન ગોઠવતા આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોમાં મોઢા તેટલી વાતો થવા લાગી હતી. કોન્ટ્રાક્ટરના પોતાની મરજી મુજબ જ કામગીરી કરતા હોવાથી વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો