તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ યાર્ડ:જસદણ યાર્ડ ખાતે કુલ 4505 ક્વિન્ટલ જણસની આવક

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 900 ક્વિન્ટલ ઘઉં, 1400 ક્વિન્ટલ જીરું સહિતની જણસની આવક

હાલ રાજકોટ જીલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહ્યા છે. ત્યારે જસદણના નવા માર્કેટીંગ યાર્ડ ખાતે 900 ક્વિન્ટલ ઘઉં, 450 ક્વિન્ટલ મગફળી, 1400 ક્વિન્ટલ જીરૂ અને 1000 ક્વિન્ટલ ધાણા સહિત કુલ 4505 ક્વિન્ટલ વિવિધ જણસોના જથ્થાની આવક થઈ હતી અને કુલ રૂ.3,28,77,750 નું ટર્નઓવર થયું હતું.

જેમાં વિવિધ જણસના લઘુત્તમ 20 કીલોના રૂ.300 થી મહત્તમ રૂ.3800 ઉપજયા હોવાનું જસદણ નવા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયાની યાદીમાં જણાવાયું હતું. ચાલુ વર્ષે વરસાદ સારો થયો હોવાથી ખેડૂતો માટે આ સીઝન સારી સાબિત થઈ હતી અને તેનો સીધો ફાયદો કૃષિ જણસ ઉપર દેખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો