તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતનો ભય:જસદણમાં માર્ગ પર રઝળતા પશુનો ત્રાસ, ચાલકોમાં અકસ્માતનો ભય

જસદણ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવા બસ સ્ટેન્ડ નજીકના જાહેરમાર્ગો પર કચરાના ગંજ ખડકાયા

જસદણની નગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે કચરો ઉપાડવા માટેના શહેરભરમાં વાહનો ફેરવવામાં આવી રહ્યા છે. છતાં આ કચરો લેનાર નથી કે પછી નગરજનોને કચરો ક્યાં નાખવો તેની યોગ્ય જગ્યા ઝડતી નથી તેવા ઘાટ જોવા મળ્યા હતા. આમ જોવા જઈએ તો જસદણના અનેક વિસ્તારોના જાહેર માર્ગો પર કચરાના જંગના જંગ ખડકાયેલા જોવા જ મળતા હોય છે.

ખાસ કરીને જસદણના જુના બસ સ્ટેન્ડ, વિંછીયા રોડ અને ચોટીલા રોડ સહિતના મુખ્ય માર્ગો પર દરરોજ કચરાના ગંજ માર્ગોની શોભા વધારતા જ હોય છે. આ કચરાના ગંજના લીધે રઝળતા ઢોરોએ સામુહિક મેળાવડો જમાવ્યો હતો. જોકે આ પ્લાસ્ટિકનો કચરો ખાવા માટે ઢોરો પણ સામસામાં બાખડ્યા હતા. છતાં જસદણ નગરપાલિકાના જવાબદારો ફરક્યા પણ ન હતા. ત્યારે આ કચરો અને તેને ખાનારા રઝળતા ઢોરો જાણે કે રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માત માટે નોતરતા હોય તેનું આમંત્રણ આપતા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો