બેઠક:પ્રેમલગ્ન મામલે કાયદો બનાવવા, વાલીની સહમતી ફરજિયાતનો ઠરાવ

જસદણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પાટીદાર સમાજની બેઠક મળી

જસદણમાં આટકોટ રોડ પર આવેલા સમસ્ત પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ગુજરાત પાસના અગ્રણી અને પાટીદાર ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયાના અધ્યક્ષ સ્થાને પાટીદાર સમાજના આગેવાનો તેમજ પ્રતિનિધિઓની ખાસ બેઠક બોલાવી હતી. જેમાં હાલની સામાજિક વ્યવસ્થામાં દીકરીઓના કોઈપણ પ્રકારના લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરે તેવો ઠરાવ પસાર કર્યો હતો. આ અંગે સરકારમાં પણ લેખિત રજૂઆત કરાશે. પ્રેમ લગ્ન બાબતે કાયદો બનાવવો અને તેમાં માતા-પિતાની સહમતી ફરજિયાત કરવા સરકારમાં જે કાંઈ રજૂઆત કરવાની થશે તે કરાશે તેવું આ બેઠકમાં નક્કી કર્યું હતું.

ઉપરાંત આવેદનપત્ર કે જે કંઈ કરવાનું થશે તે કરાશે અને ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની પણ ફરજ પડશે તેઓ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા, પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયા, પાટીદાર સમાજના આગેવાનો વેલજીભાઈ હિરપરા, પ્રવીણભાઈ છાયાણી, કમલેશભાઈ પાનસુરીયા, મેહુલભાઈ પારખીયા, સુરેશભાઈ છાયાણી, ગોપાલભાઈ કુંભાણી, વિશાલભાઈ ભુવા, વલ્લભભાઈ ખાખરીયા અને જસદણ પાલિકાના કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા સહિતના પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...