તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જસદણમાં બાઇક જોઇને ચલાવવાનું કહેતા ઇકોના ચાલક ઉપર ત્રણ શખ્સનો હુમલો

જસદણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ કહ્યું, ‘પોલીસ ફરિયાદ કરતો નહીં કોઇ મારું કાંઈ બગાડી નહીં લે’

જસદણના બાખલવડમાં રહેતા નિલેશભાઈ બાબુભાઈ માલકીયાઅે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મેહુલ પારખીયા, નિલેશભાઈ પારખીયા, એક અજાણ્યા શખ્સનું નામ આપતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી અને બનાવ અંગે નિલેશભાઈએ જણાવ્યું હતું કે, હું ડ્રાઈવીંગનો ધંધો કરી મારું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું, પરંતુ ગઈકાલે સાંજના 6-45 વાગ્યે હું ઈકો લઈને ઘરેથી મારા સંબંધીના ઘરે ચીતલીયા જમવા જતો હતો ત્યારે 7 વાગ્યે ચીતલીયા રોડ પર આવેલ ખારી વિસ્તારના બેઠા પુલની ગોળાઈ પાસે પહોંચતા સામેથી એક બાઈક આવતું હોય અને ધ્યાન બીજે રાખી ચલાવતો આવતો હોય.

જેથી આ બાઈક મારી ઈકો પાસેથી પસાર થતા મેં તેને કહેલ કે સામુ જોઈને ચલાવો જેથી આરોપી મેહુલ પારખીયા સહિતનાઓએ બાઈકમાંથી ઉતરી મારી પાસે આવી ગાળો આપવા લાગ્યા હતા. જેથી મેં ગાળો આપવાની ના પાડતા મેહુલે મને એક લાફો મારી દીધો અને મેહુલની સાથે એક અજાણ્યો ઈસમ હતો તે જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ. ત્યાં તેની પાછળ તેનો ભાઈ નિલેશભાઈ પારખીયા આવી ગયેલ અને તે પણ મને ગાળો આપવા લાગ્યા, એટલામાં માણસો ભેગા થઈ જતા આ ત્રણેયે જતા-જતા કહેલ કે તું પોલીસ ફરીયાદ કરતો નહી કોઈ મારુ કાઈ બગાડી નહી લે અને આ વખતે તો બચી ગયો છે હવે પછી સામે મળીશ તો જીવતો નહી રેહવા દઈએ તેવી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...