ચોરી:સાણથલી ગામમાં બે કારખાનામાં ચોર ત્રાટક્યા રોકડ, હીરા સહિત 6 લાખના મુદ્દામાલની ચોરી

જસદણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસે ફૂટેજના આધારે ચોરોનું પગેરું દબાવવા કવાયત હાથ ધરી

જસદણ તાલુકાના સાણથલી ગામે તસ્કર ટોળકીએ કોમ્બિંગ કરી એક દુકાન અને બે હીરાના કારખાનાને નિશાન બનાવી રોકડ અને હીરા સહિત અંદાજે રૂ.6 લાખના મુદ્દામાલની તસ્કરી કરી જતાં ગ્રામ્યજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવ અંગે આટકોટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. જો કે બનાવ સ્થળે રહેલા CCTV કેમેરામાં અજાણ્યા તસ્કરો કેદ થઈ જતા આટકોટ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. આ તસ્કરીના બનાવમાં આટકોટ પોલીસ દ્વારા CCTV ફૂટેજ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસનું નહીં, ચોરોનું કોમ્બિંગ
આટકોટ પોલીસ સ્ટેશનમાં ગત સાંજે નવા પીએસઆઈ સિસોદિયા હાજર થયા છે. તેમનું સ્વાગત તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરીને કરાયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ ચોરીના બનાવથી સાણથલી ગામમાં ફફડાટ ફેલાયો છે અનેપોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

ત્રણ સ્થળ પર તસ્કરી
જસદણના સાણથલીના વાસાવડ રોડ ઉપર દુકાન ધરાવતા નિલેશભાઈ રામજીભાઈ રીબડીયાની દુકાનમાંથી 10 કિલો સોપારી, 10 કિલો ચા, તેમની ખેતી માટે લીધેલી દવા અને ગલ્લામાંથી રૂ.1200 જેવી રોકડ રકમ અને વિનુભાઈ દુર્લભજીભાઈ શિરોયાના હીરાના કારખાનામાંથી રૂ.12 હજાર રોકડ તેમજ તૈયાર અને કાચા હીરા મળીને અંદાજે રૂ.3 લાખ જેવી રકમના મુદ્દામાલની તસ્કરી થઈ હતી. જયારે તેમની બાજુના હીરાનું કારખાનું ચલાવતા ચતુરભાઈ શિરોયાના હીરાના કારખાનાના શટરના નકુચા તોડી હીરાની ઘંટીની નંગ.3 સરેણ સહિતની રોકડ રકમ અને કાચા હીરા મળી કુલ ત્રણ સ્થળોએ અંદાજે રૂ.6 લાખના મુદ્દામાલનો તસ્કરો હાથફેરો કરી નાસી છુટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...