તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાલકોની કઠણાઈ:જસદણ-આટકોટ ફોરલેન માટે બે વાર માત્ર ખાતમુહૂર્ત જ થયા!

જસદણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખાતમૂહુર્ત કરી અટકી ગયેલા તંત્રને રસ્તાની હાલાત દેખાતી નથી. - Divya Bhaskar
ખાતમૂહુર્ત કરી અટકી ગયેલા તંત્રને રસ્તાની હાલાત દેખાતી નથી.
 • કોન્ટ્રાક્ટર્સ ખોદકામ અને મેટલિંગ કરીને ગાયબ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં

ગત જાન્યુઆરી મહિનામાં રૂ.12 કરોડના ખર્ચે જસદણ-આટકોટ ફોરલેન રોડનું કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને સરદાર પટેલ જળ સંચય સહભાગી યોજનાના ચેરમેન ડો.ભરત બોઘરાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી આ રોડનું કામ પૂર્ણ કરાયું નથી. આ રોડમાં કોન્ટ્રાક્ટર્સ દ્વારા મસમોટા ખાડા પડેલા રોડમાં માત્ર રોડની સાઈડમાં ખોદકામ અને મેટલીંગ કામ જ કરવામાં આવ્યું છે અને તે પણ અધૂરું. જોકે આ ફોરલેન રોડનું બે વખત અલગ-અલગ નેતાઓ દ્વારા ખાતમુહુર્ત કરાયું છે છતાં આ રોડનું કામ આગળ વધતું નથી. હાલ આ રોડમાં ડામર શોધવો પણ મુશ્કેલ બની ગયો છે અને આખો દિવસ આ રોડ પર હજારો વાહનોની અવર-જવર થતી હોવાથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

જેના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. આ રસ્તા પર ગણ્યા ગણાય નહી તેટલા મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે ચાલીને પસાર થવું પણ મુશ્કેલ બનતું હોય તો તેના પર વાહન ચલાવવા કેટલા મુશ્કેલ હશે તે વિચારવું જ રહ્યું. છેલ્લા ઘણા સમયથી આ રોડના કોન્ટ્રાક્ટર્સ ખોદકામ અને મેટલીંગ કરીને ગાયબ થઈ ગયા હોવાથી ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શું આ રોડના કામને પૂર્ણ કરવામાં કોન્ટ્રાક્ટર્સને ભાગબટાઈનો પ્રશ્ન નડે છે કે અન્ય કોઈ કારણ આ કામમાં અવરોધ ઉભું કરી રહ્યું છે તેવા અનેક વેધક સવાલો આ રોડ પરથી પસાર ચાલકોમાં ઉઠવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો