તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક કદમ સ્વચ્છતા કી ઔર:વીરનગર ગામના નવયુવાનોએ મોક્ષધામને રળિયામણું બનાવવા સફાઇ અભિયાન શરૂ કર્યું

જસદણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મોક્ષધામમાં રહેલા પલંગોની સાફ-સફાઇ તેમજ  પ્લાસ્ટિકના કચરાને દુર કરાયા. - Divya Bhaskar
મોક્ષધામમાં રહેલા પલંગોની સાફ-સફાઇ તેમજ  પ્લાસ્ટિકના કચરાને દુર કરાયા.
 • જ્યાં લોકો દિવસે પણ જતા ડરતા હોય છે ત્યાં યુવાનોએ રાત્રીના સેવાકાર્ય કર્યું

સ્વચ્છતાના નામે એક કદમ ગુજરાત આગળ ધપી રહ્યું છે. ત્યારે જસદણ તાલુકાના વિરનગર ગામે આવેલ મોક્ષધામ ખાતે ગામના જ યુવાનોએ અનોખી પહેલ દર્શાવી હતી. હાલ શેરી કે મહોલ્લાઓ સ્વચ્છતા તરફ ફેરવાઈ રહ્યા છે. ત્યારે મોક્ષધામ ઘણા ગામોમાં અને શહેરોમાં સ્વચ્છતાના નામે વિસરાઈ રહ્યા છે.

પરંતુ વિરનગર ગામના યુવાનોએ અંતિમ સંસ્કાર બાદની જામી પડેલી રાખો તેમજ પ્લાસ્ટિકના ગંદવાડથી ખડકાયેલું મોક્ષધામ ગંદકીમાં હચમચી રહ્યું હતું. જેથી ગામના સરપંચ પ્રતિનિધિ પરેશભાઈ રાદડીયાના માર્ગદર્શન હેઠળ મોક્ષધામની અંદર પડેલા જુના કાટી ગયેલા પલંગોની સાફ-સફાઈ કરી મોક્ષધામના પરિસરને મંદિર સમું રળીયામણું કરી દીધું હતું.

આ માટે ખાસ જહેમત ઉઠાવી નવયુવાનોએ મોક્ષધામ અર્થે સેવાયજ્ઞનો નવો રાહ ચીંધ્યો હતો. જ્યારે એકબાજુ રાત્રીએ લોકો મોક્ષધામમાં જવા માટે પણ ધ્રાસકો અનુભવતા હોય છે. ત્યારે આ યુવાનોએ રાત્રીના સમયે આખા મોક્ષધામને તેમજ વિરનગર ગામને શોભે તેવો નવો આયામ આપ્યો હતો. આ તકે પરેશભાઈ રાદડીયા તેમજ તેમની યુવા ટીમ દ્વારા કરવામાં આવેલ આ કાર્યથી ગ્રામજનોએ નોંધનીય બાબત દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો