તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયસર સારવારથી નવજીવન:જસદણમાં યુવતીએ ફાંસો ખાઇ લીધો, હોસ્પિટલ લઈ જતી વખતે શ્વાસ આવતા 108ના EMT તાત્કાલિક CPR આપી ફરી હૃદય ધબકાવ્યું

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીંછિયાના દડલી ગામે રહેતી રેખાબેન હીરાભાઈ સોલંકી(ઉ.વ.20) નામની યુવતીએ બપોરના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા તાત્કાલિક વીંછિયાની 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી 108 ના ઈએમટી દિનેશભાઈ રાઠોડ અને પાઈલોટ વિરમભાઈ લુણી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં સ્થળ પર દર્દીની તપાસ કરતા રેખાબેનના શ્વાસ બંધ હતા અને હ્રદયના ધબકારા પણ આવતા ન હતા. જેથી 108 ના ઈએમટી દિનેશભાઈ રાઠોડે પોતાની સુઝબુઝ પ્રમાણે રેખાબેનને સીપીઆર અને કૃત્રિમ શ્વાસ આપવાનું ચાલુ કરી દવાખાને લઈ જવા માટે રવાના થયા હતા.

સમયસર સારવાર મળતા નવજીવન મળ્યું
ત્યારે રસ્તામાં રેખાબેનના હ્રદયના ધબકારા અને શ્વાસ અચાનક શરૂ થઈ જતા 108 ના ઈએમટી દિનેશભાઈએ તાત્કાલિક અમદાવાદ 108ના કોલ સેન્ટરમાં ડો.જોશીને ઘટનાની જાણ કરી કોલ સેન્ટરના ડોક્ટરની સલાહ પ્રમાણે જરૂરી સારવાર આપીને રેખાબેનને વીંછિયાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં તેમને સમયસર પુરતી સારવાર મળી જતા રેખાબેનને નવ જીવન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...