તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:યુવક સમાધાન માટે ગયો’ને જીવ ખોવો પડ્યો

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બનાવના સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત - Divya Bhaskar
બનાવના સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત
  • વીંછિયામાં ગુરુવાર રાતની ઘટનામાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા જ નહીં

વીંછિયામાં ગુરુવારે બપોરે ઘઉં ખાલી કરવા જતા આઇશરની ઠોકરે વીજ પોલ પડી જતાં નજીકના મેડિકલ સ્ટોરના સંચાલક સાથે થયેલી માથાકૂટ બાદ સંચાલક રાજુભાઇ નિમ્બાર્કે આઇશર ચાલક પ્રકાશને એવી ધમકી આપી હતી કે તારે જેમને બોલાવી લેવા હોય તેમને બોલાવી લે,હું આવું છું. આથી બન્નેએ જેમનું આઇશર હતું એ મોટાબાપુના દીકરા રાકેશને આખી બીનાની જાણ કરી દીધી હતી. બાદમાં પ્રકાશ અને તેનો મિત્ર મહેશ વિનુભાઇ રોજાસરા સાથે ફરી રાતે 12 કલાકે મારૂતિ મેડિકલ સ્ટોરના સંચાલક રાજુ નિમ્બાર્કના ઘરે સત્યજિત સોસાયટીમાં સમાધાન માટે, સમજાવટ માટે ગયા હતા. એ વખતે રાજુભાઇ સાથે તેમનો પુત્ર જયદીપ અને ભત્રીજો વિજય પણ ત્યાં હાજર હતા.

પ્રકાશ અને મહેશ રાજુભાઇને સમજાવી રહ્યા હતા એવામાં તેમનો પુત્ર જયદીપ લોખંડનો પાઇપ લઇ ધસી આવ્યો અને પ્રકાશને તેમજ તેના મિત્ર મહેશ રોજાસરાને ફટકારવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં વિજયે પ્રકાશને પકડી રાખી રાજુભાઇએ તેના પેટના ભાગે છરીના ઘા ઝિંકી દેતાં પ્રકાશ લોહીલુહાણ બની ત્યાં જ ઢળી પડ્યો હતો. એવામાં રાકેશ રોજાસરા પણ ત્યાં પહોંચી જતાં પ્રકાશને 108ની મદદથી સિવિલ હોસ્પિટલમંા ખસેડાયો હતો પરંતુ ત્યાં તેની લાશ જ પહોંચી હતી. બનાવના પગલે વીંછિયા પીએસઆઇ ચાવડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને લાશ પીએમ માટે ખસેડી હતી. મૃતકના ભાઇ સુનિલને આખી ઘટનાન જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આોપી રાજુ, તેનો દીકરો જયદીપ અને તેમનો ભત્રીજો વિજય સામે ભાઇની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી વીંછિયા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ત્રણે સામે ગુનો નોંધીઆરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. રાતે સમજાવટ માટે ગયેલા મિત્રો પર આ રીતે અચાનક હુમલો થતાં આસપાસ લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા.

બનાવના સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત
યુવાનની હત્યાના ઘેરા પડઘા કોળી સમાજમાં પડ્યા હતા. પોલીસે હત્યાના બનાવના સ્થળે ચાંપતો બંદોબસ્ત ખડકી દીધો હતો. જો કે આ ઘટનાની તપાસમાં પોલીસને બેદરકારી અને ઢીલી નીતિ સામે આવી હતી. જે જગ્યાએ હત્યાની ઘટના બની ત્યાં નજીક સીસીટીવી કેમેરા હોવા છતાં તેના ફૂટેજ કઢાવી તેના આધારે તપાસ કરવાને બદલે મૃતકના ભાઇની ફરિયાદ પરથી બનાવની તપાસ શરૂ કરતાં પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...