તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારસો:હિંગોળગઢ ખાતે રાજાશાહી વખતની પવનચક્કી અડીખમ, મરામતની જરૂર

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જસદણ નજીકના પ્રાચિન ગઢ ગણાતા હિંગોળગઢની નીચે જ ગઢની રચના થયા બાદ આ પવનચક્કી બનાવવામાં આવી હતી. આ પવનચક્કી નીચે જૂની પાણીની વાવ આવેલી છે. જે વાવ રાજાશાહી વખતમાં પશુ-પક્ષીઓ માટે અને લોકો માટે આશીર્વાદ રૂપ નીવડતી હતી. જોકે એ વખતે પાણી ખેંચવા માટે બહેનોને સિચણથી સીંચવું ન પડે તે હેતુથી આ ઓટોમેટિક ચાલતી પવનચકકી બનાવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. એ વખતે આ પવનચક્કી થકી અવેડામાં અને લોકોને પીવા માટે સતત અવિરત પાણી મળી રહેતું હતું.

સાથોસાથ પશુ-પક્ષીઓને પણ પાણી માટેની ચિંતા એ વખતમાં થતી ન હતી. જુના જમાનામાં બનાવવામાં આવેલ કુવા, વાવ કે આવી પવનચકકીઓ ગામડાઓમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતી હતી. જેમ જેમ સમય જતો ગયો તેમતેમ આવી પવનચક્કીઓ હવે ભાગ્યે જ જોવા મળી રહી છે.

આ અંગે લોકમુખે વડીલો કહે છે કે, અમે વાવમાં પાણી જોયું, કુવામાં જોયું, નદી-નાળા-તળાવમાં જોયું, પરંતુ વર્તમાન સ્થિતી જોઈએ તો હાલ પાણીના પાઉચથી લઈ પ્લાસ્ટિકની પાઈપ કે પીવીસીના પાઈપ સુધીની સફર આપડે સૌ માણી રહ્યાં છીએ. જો હજુ આવી જૂની વિરાસત કે પાણીનો વેડફાટ કરતા રહીશું તો આવનાર પેઢી હજુ શેમાં પાણી જોશે એ કહેવું મુશ્કેલ બનશે. જો કે અહીં આપણી જૂની જાજરમાન બનાવેલ સંસ્કૃતિ સભર સંભારણા વિસરાઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો