તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંત્રીએ કર્યું નિરીક્ષણ:જસદણ-વીંછિયા તાલુકાની પાણી અને સિંચાઇની સમસ્યા હવે ભૂતકાળ બનશે

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌની યોજના અંતર્ગત કુલ 115 ડેમમાં નર્મદાના પાણી ભરવામાં આવશે
  • સૌની યોજના લીંક-4 આધારિત યોજનાની સાઈટનું મંત્રીએ કર્યું નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહત્વાકાંક્ષી અભિયાન “હર ઘર નલ સે જલ” ની સંકલ્પનાને વર્ષ 2022 માં જ પરિપૂર્ણ કરવા રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પાણી પુરવઠા યોજનાની સાઈટની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. આગામી વર્ષથી જ્યારે આ યોજના કાર્યાન્વિત થશે ત્યાર પછી જસદણ અને વીંછિયા તાલુકાઓમાં પીવાના પાણીની અને ખેતીમાં સિંચાઇ માટે પાણીના પ્રશ્નો ભૂતકાળ બની જશે.આ યોજના અંતર્ગત આસલપુર ડેમથી ધારૈઈ ડેમ સુધીની યોજના મંજુર થયેલી છે.

જસદણ અને વીંછિયા વિસ્તારમાંથી પસાર થતી સૌની યોજના લીંક-4 અંતર્ગત કુલ 115 ડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવનાર છે. આ યોજના અંતર્ગત આસલપુર ડેમથી ધારૈઈ ડેમ સુધીની યોજના મંજૂર થયેલી છે. તેની સાઈટ પર જઈને પાઈપલાઈન, પમ્પિંગ સ્ટેશન અને મશીનરી ઈન્સ્ટોલમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેઓએ વિસ્તારના અગ્રણીઓ સાથે બેઠક કરી જરૂરી માહિતી મેળવી વિભાગના અધિકારીઓને ઉપયેાગી સુચનો કર્યા હતા.

આ ઉપરાંત પીપરડી ખાતે સ્થળ મુલાકાત લઈ પીપરડીથી ધારૈઈ ડેમ સૌની યોજના અંતર્ગત બીછાવાઈ રહેલી નવી પાઈપલાઈનની પથરેખાનું અને જસદણ તાલુકાના માધવીપુર, કોસકોલીયા, આંબરડી અને વીંછિયા તાલુકાના સરતાનપર, બંધાળી સહિતના જુદા જુદા સ્થળે થઈ રહેલા પમ્પિંગ સ્ટેશન, પાઈપલાઈન અને વાલ્વ નાંખવાની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યુ હતું. આ મુલાકાત પ્રસગે પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર, સૌની યોજનાના કાર્યપાલક ઈજનેર પી.ડી.સોનપાલ, પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...