તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વીંછિયાના થોરિયાળી ગામથી પીપરડી ગામને જોડતા રોડનું અટકી ગયેલું કામ ફરી શરૂ કરાયુ

જસદણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
24 જૂનના દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં કામગીરી શરૂ કરાઇ - Divya Bhaskar
24 જૂનના દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં કામગીરી શરૂ કરાઇ
  • 5 કિ.મી.નો આ રોડ અતિ ખરાબ હાલતમાં હોવાથી વાહનચાલકોએ રસ્તો પણ બદલી નાખ્યો હતો

વિંછીયા તાલુકાના થોરીયાળી ગામથી પીપરડી ગામને જોડતા 5 કી.મી. રોડનું નવીનીકરણ કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે અંદાજે ત્રણેક મહિના પહેલા કામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આ રોડના કામને કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક બ્રેક લગાવી દેવાતા હજારો વાહનચાલકોને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ રોડ અતિ ખરાબ હાલતમાં ફેરવાઈ ગયો હોવાથી વાહનચાલકો આ રોડને ભૂલી બીજા રસ્તે પસાર થઈ રહ્યા હતા. લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, મોટામાથાના ગજવામાં કોન્ટ્રાક્ટરે રૂપિયા રેડ્યા ન હોવાથી કામ અધૂરું છોડી દેવાયું હતું. આજદિન સુધી વિંછીયાના થોરીયાળી ગામથી પીપરડી ગામ તરફ જતા રસ્તા પર અનેક વાહનચાલકો પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા હતા અને ક્યારે અકસ્માત સર્જાય તેનો કોઈ ભરોસો નથી તેવી બદતર હાલત જોવા મળી રહી હતી.

જેથી જેતે જવાબદાર તંત્ર દ્વારા વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દુર કરી અટકી પડેલા રોડનું કામ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવું આજુબાજુના ગ્રામજનો અને વાહનચાલકો ઈચ્છી રહ્યા હતા. આ અહેવાલ ગત તા.24 જૂનના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેના પગલે જવાબદાર તંત્ર મોડું મોડું હરકતમાં આવ્યું હતું અને થોરીયાળીથી પીપરડી ગામ સુધીના રોડનું અટકી પડેલું કામ ચાલુ કરતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...