જસદણ શહેરમાં પર્યાવરણ ક્ષેત્રે અનોખું સેવાકાર્ય કરનાર અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કીડીયારું અભિયાન-2022 ચલાવવામાં આવ્યું હતું. જેમાં અવતાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે મહિનાથી 2100 થી પણ વધુ સૂકા નાળીયેરના છોતરા કાઢીને તેમાં ઘઉંનું ભડકુ, ચોખાની કટકી, ગોળ, કાળા તલ, સફેદ તલ,રવાનો લોટ વગેરે જેવી વસ્તુઓનું કીડીયારું નાળીયેરમાં ભરીને તૈયાર કરવામાં આવે છે અને જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ડુંગરાળ તેમજ નદીના પટ વિસ્તારમાં અઠવાડિયામાં બે દિવસ સાંજના સમયે આ ભરેલા નાળીયેર કીડી જેવા અનેક નાના જીવોના ખોરાક માટે મૂકીને અવતાર ટ્રસ્ટ દ્વારા અનોખું જીવદયાનું સેવાકાર્ય કરવામાં આવે છે.
આ કીડીયારું અભિયાન જસદણ શહેર, લીલાપુર, વિરનગર અને આટકોટ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચલાવવામાં આવ્યું હતું અને જેમાં બહોળી સંખ્યામાં લોકો જીવદયાના આ સેવાકાર્યમાં જોડાયા હતા. ટ્રસ્ટના આ કદમની ચોમેરથી સરાહના થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.