તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જસદણ પાલિકામાં જૂની મામલતદાર કચેરીનો રેકોર્ડ સળગાવાયો

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેકોર્ડને કચેરીમાં જ સળગાવાતા અનેક સવાલ. - Divya Bhaskar
રેકોર્ડને કચેરીમાં જ સળગાવાતા અનેક સવાલ.
  • પાલિકાના હેડકલાર્કે મામલતદારની મૌખિક સંમતિથી ટ્રેક્ટર ભરાય તેટલા રેકર્ડનો નાશ કર્યો
  • 2011 પહેલાની મતદાર યાદી સહિતના રેકર્ડ બળીને ખાક

જસદણ નગર પાલિકામાં જૂની મામલતદાર કચેરીનો સરકારી રેકોર્ડનો સળગાવીને નાશ કરાતાં આ મુદો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. પાલિકાના હેડક્લાર્કે મામલતદારની માૈખિક સંમતિથી પટાંગણમાં જ આ રેકોર્ડને સળગાવી દીધો હતો.હાલ જ્યાં જસદણપાલિકા કચેરી કાર્યરત છે ત્યાં પહેલા મામલતદાર કચેરી કાર્યરત હતી. પરંતુ જે તે સમયે તાલુકા સેવા સદન કચેરીનું બિલ્ડીંગ ઉભું કરાતા મામલતદાર કચેરીને ત્યાં ખસેડવામાં આવી હતી. બાદમાં જૂની મામલતદાર કચેરીમાં પાલિકા કચેરી ઉભી કરવામાં આવી હતી. જેના કારણે 2011 પહેલાની મતદાર યાદી સહિતનો સરકારી રેકર્ડ પાલિકાના એકાઉન્ટ શાખાના બિલ્ડીંગમાં સુધી પડ્યો હતો.

પરંતુ અચાનક મામલતદારે કચેરીની રૂબરૂ મુલાકાત લઈ 2011 પહેલાની મતદાર યાદી સહિતનો રેકર્ડ નાશપાત્ર છે તેવું નક્કી કરી હેડક્લાર્કને તમામ જૂનો રેકર્ડ નાશ કરવાની સંમતી આપી દીધી હતી અને હેડકલાર્કે પટાંગણમાં જ નાશ કરી રાખ કરી નાખ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે જેતે સમયે મામલતદાર કચેરીનું સ્થળાંતર તાલુકા સેવા સદન કચેરી ખાતે કરવામાં આવ્યું ત્યારે આ મામલતદાર યાદી સહિતના સરકારી રેકર્ડ શું કોઈ કામના ન હતા કે પછી આ રેકર્ડને નાશપાત્ર ગણવા માટે અહીં આજદિન સુધી રાખવામાં આવ્યા હતા.

મામલતદારે જ અમને મૌખિક સંમતિ આપી હતી
અમારું જર્જરિત બિલ્ડીંગ પડી જતા મામલતદાર પાસે મતદાર યાદી સહિતનો 2011 પહેલાનો જૂનો રેકર્ડ પડેલો હતો તે રેકર્ડ અમે દેખાડતા તેઓએ કહ્યું કે આ નાશપાત્ર જૂનો રેકર્ડ છે જેથી તમે તેનો નાશ કરી આ રૂમનો ઉપયોગ કરી શકો છો. અમને મામલતદારે કોઈ લેખિત સંમતી આપી ન હતી. આ રેકર્ડ પાલિકાના અધિકારીની હાજરીમાં નાશ થાય તે હેતુથી પાલિકાના ગ્રાઉન્ડમાં જ નાશ કર્યો હતો. - સંજયભાઈ ડાભી, હેડક્લાર્ક,જસદણ નગરપાલિકા

પાલિકાના હેડ કલાર્કે કહ્યું કે અમે નાશ કરી નાંખીશું એટલે કામ સોંપ્યું
અમે અને મામલતદાર વાંદા ત્યાં રૂબરૂ ગયા હતા અને આ રેકર્ડનો આમેય 6 મહિનામાં નિકાલ કરી દેવાનો હોય પરંતુ આ 2011 પહેલાનો રેકર્ડ હતો. અમુક રેકર્ડ તો પલળી પણ ગયું હતું. આથી તેનો નાશ કરી દેવાનું નક્કી કર્યું હતું. આ રેકર્ડનો નાશ કરવાની નગરપાલિકાના હેડક્લાર્કને કોઈ સત્તા ન હોય પણ તેમણે કીધું કે અમે કરી નાંખીશું એટલે તેમને નાશ કરવાનું કહ્યું હતું. તે કોઈ કામનું ન હતું. મતદાર યાદી તો દર વર્ષે બદલતી હોય છે. પાલિકાને તે રૂમની જરૂર હતી એટલે તે રૂમ ખાલી કરી આપ્યો. રેકર્ડનો પાલિકાના ગ્રાઉન્ડમાં નાશ ન કરી શકાય છતાં હું તેમને કહી દઉં છું. - એલ.બી.ઝાલા,ઈન્ચાર્જ મામલતદાર,જસદણ

અન્ય સમાચારો પણ છે...