તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જસદણ શહેરમાં આવેલા સહિયર સીટી વિસ્તારમાં વર્ષો જૂનો પાણીનો પ્રશ્ન હતો. જેથી જસદણ નગરપાલિકાની ટીમ દ્વારા સહિયર સિટીમાં પીવાનું પાણી મળી રહે તે માટે પાઈપલાઈન નાખવાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ તકે જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા, ઉપપ્રમુખ દિપકકુમાર ગીડા સહિતના નગરપાલિકાના સદસ્યો તેમજ વિસ્તારવાસીઓની હાજરીમાં પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલિકા દ્વારા બિલ્ડરોને બાંધકામની રાતોરાત મંજૂરી તો આપી દેવામાં આવે છે.
પરંતુ બિલ્ડરો દ્વારા મકાનોનું બાંધકામ કરી તેનું વેચાણ કરતા પૂર્વે રહીશોને કોન્ટ્રાક્ટરો દ્વારા પીવાના પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ વગેરે જેવી પાયાની સુવિધાઓ આપવામાં આવશે કે કેમ તે જોવાની પણ તસ્દી લેવામાં આવતી ન હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જેથી જસદણ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને બાંધકામની એન.ઓ.સી. આપતા પૂર્વે તમામ નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી જસદણની જાગૃત જનતાની માંગણી ઉઠવા પામી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.