તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નલ સે જલ યોજનાની માત્ર વાતો!:વીંછિયાના રેવાણિયા અને મોટી લાખાવાડ ગામના લોકોને 17 દિવસે પીવાનું પાણી મળે છે

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીવાનું પાણી મેળવવા માટે ગામના સંપેથી પોતાના જીવના જોખમે પીવાનું પાણી ભરી રહ્યા છે. - Divya Bhaskar
પીવાનું પાણી મેળવવા માટે ગામના સંપેથી પોતાના જીવના જોખમે પીવાનું પાણી ભરી રહ્યા છે.
  • કોરોના મહામારી વચ્ચે આ બન્ને ગામના લોકો ગામના સંપેથી પોતાના જીવના જોખમે પીવાનું પાણી ભરી રહ્યા છે

રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાના અનેક ગામોને પીવાના પાણી 17 દિવસે વિતરણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે અનેક ગામોમાં તો પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા વધી છે. એકબાજુ કોરોના મહામારી ચાલી રહી છે અને લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે વિંછીયા તાલુકાના રેવાણીયા અને મોટી લાખાવડ જેવા ગામોને 17 દિવસે પીવાનું પાણી વિતરણ કરાતું હોવાથી ગ્રામજનોની સમસ્યા કોરોના મહામારી કરતા પણ વધી જવા પામી છે.

પાણી માટે લોકોના વલખાં
હાલ આ બન્ને ગામના લોકો પીવાનું પાણી મેળવવા માટે ગામના સંપેથી પોતાના જીવના જોખમે પીવાનું પાણી ભરી રહ્યા છે. ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પાણી પુરવઠા મંત્રી હોવા છતાં અનેક ગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને પીવાના પાણીનું પણ પુરુ પડતું નથી.

પાણીની પાઇપલાઇન પણ નથી ગામમાં
એકબાજુ રાજ્ય સરકાર મસમોટી જાહેરાતો કરે છે કે દરેક ગામને નલ સે જલ યોજના થકી જોડી દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવું. પરંતુ 21મી સદીની અંદર વિંછીયા તાલુકાના રેવાણીયા ગામની અંદર એક પણ ઘરે પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને પાણીની પાઈપલાઈન પણ નાખવામાં આવેલી નથી. આ અંગે વિંછીયાના રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવાશક્તિ સમિતિના સ્થાપક મુકેશભાઈ રાજપરાએ વિવિધ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી ટાણે નેતાઓ લોકોને પિયત માટે અને પીવા માટે પાણી આપીશું એવા વચનો આપી અનેકવાર પ્રજા પાસેથી મતની ઉઘરાણી કરી પોતાનું રાજકારણ રમી ગયા છે.

જેથી વિંછીયા તાલુકાના અનેક ગામોના ગ્રામજનોની ઉગ્ર માંગણી ઉઠી છે કે, વહેલામાં વહેલી તકે નલ સે જલ યોજના થકી વિંછીયાના રેવાણીયા અને મોટી લાખાવડ સહિતના ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે તેમજ એકાંતરા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...