જસદણ ડેપોની સાણથલી નાઇટ રૂટની બસ કાયમી ધોરણે અધિકારીઓની બેદરકારી પૂર્વક ચલાવવામાં આવતી હોવાનો ઘાટ ઘડાયો છે. સાણથલી નાઇટ રૂટનીઆ બસ ખખડધજ બની ગઇ છે અને એક હેડલાઇટના પણ ઠેકાણા નથી. આ સ્થિતિમાં જો અકસ્માત થાય અને જાનહાનિ થાય તો જવાબદારી કોની? મોટાભાગે આ બસ અનિયમિત રીતે આવતી હોવાની રાવ ઉઠી છે.
વહેલી સવારે ઉપરથી આ બસમાં કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની ? અધિકારીઓ કહે છે કે મુખ્યત્વે આ રૂટ વિદ્યાર્થીઓને માટે શરૂ કરવામાં આવેલ છે, તો તેની સામે સવાલ એ થાય કે રાત્રે આઠ વાગ્યા પછી ઉપડતી બસ વિદ્યાર્થીઓ માટે કેવી રીતે હોઈ શકે? જો કે સવારે વિદ્યાર્થીઓ જઈ શકે પરંતુ સાણથલીથી આ રૂટ વહેલી સવારમાં 5ને 20 મીનીટે ઉપડે છે. જે આ વિસ્તારના 40 જેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં અપડાઉન કરે છે પરંતુ સવારે 5:20 નો ટાઈમ હોય છ વાગ્યા પહેલા આટકોટ કોલેજ ખાતે પહોંચી જાય છે, આથી વિદ્યાર્થીઓને ત્યાં બેસી રહેવું પડે છે.
વિદ્યાર્થીઓને ખાનગી વાહનનો સહારો
ઉપરાંત આ બસ આટકોટ જસદણ વચ્ચે આવેલી કોલેજમાં સ્ટોપ કરતી નથી જેથી તેમને ન છૂટકે જસદણ જવું પડે છે અને ત્યાંથી છ સાત કિલોમીટર અન્ય કોઈ વાહનમાં કે રીક્ષામાં કોલેજ આવું પડે છે. આ સાણથલી નાઈટ વાળી બસમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ છ વાગ્યા પહેલા પહોંચી જતા હોય કોલેજ આઠ વાગ્યાનો સમય હોય બે કલાક શિયાળો હોવા છતાં હેરાન થવું પડે છે આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં એસટી સત્તાધિશોના પેટનું પાણી હલતું નથી. આથી આ બાબતની ગંભીરતા સમજીને વહેલી તકે આ રૂટ નિયમિત ચલાવવામાં આવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.