તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:જસદણમાં હાઇસ્કૂલ પાસે પાલિકાએ કૂંડી ફરતે ગોઠવેલા પથ્થરો હટાવ્યા

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૂંડી રિપેર તો કરી, પથ્થરો જેમના તેમ રાખી દીધા હતા

જસદણ નગરપાલિકાની બેદરકારીના લીધે શહેરભરમાં રોડ-રસ્તા, પીવાના પાણી, સ્ટ્રીટલાઈટ અને ગંદકી સહિતની વિવિધ સમસ્યાઓ ફાટીને ધુમાડે ગઈ છે. છતાં નગરપાલિકાના પદાધિકારીઓને પડતર સમસ્યાઓ હલ કરવાના બદલે નવા રોડ-રસ્તા બનાવવામાં જ રસ હોવાથી નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

જો કે જસદણના નગરજનોને પહેલા નવા રોડ-રસ્તા કરતા પડતર પ્રશ્નોના નિરાકરણમાં વધુ રસ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અધૂરામાં પૂરું જસદણની ડીએસવીકે હાઈસ્કૂલ પાસે છેલ્લા ઘણા સમયથી ગટરની કુંડી તૂટેલી હાલતમાં રીપેરીંગની રાહ જોઈ રહી હતી. જેના પગલે જસદણ નગરપાલિકાની ટીમ દ્વારા અઠવાડિયા પહેલા આ ગટરની કુંડીનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ નગરપાલિકાની ટીમે ગટરની કુંડીનું રીપેરીંગ કરી તેની ફરતે ગોઠવેલી પથ્થરોની હારમાળા હટાવવાની પણ તસ્દી નહી લેતા રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો હતો.

જેથી વિકાસના મસમોટા બણગા ફૂંકનારા નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા તાકીદે આ ગટરની કુંડી ફરતે ગોઠવેલા પથ્થરોની હારમાળા ખસેડવામાં આવે તેવું નગરજનો ઈચ્છી રહ્યા હતા. આ અહેવાલ ગત તા.28 ના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરાતા નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયાની સુચનાથી તંત્ર દ્વારા અઠવાડિયાથી કુંડી ફરતે ગોઠવેલા પથ્થરોને હટાવવાની કામગીરી કરાતા રાહદારીઓ તેમજ વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...