શોધખોળ:‘ પેટ્રોલની ટાંકીનું ઢાંકણું નથી ખૂલતું, ચાવી આપો’ કહી શખ્સ બાઇક લઇ ફરાર

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જસદણના આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસેનો બનાવ, ચોર CCTVમાં કેદ
  • પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચોરની શોધખોળ હાથ ધરી

જસદણમાં જાણે કે બાઈક ચોરોને પોલીસનો ડર જ ન હોય તેવા ઘાટ જોવા મળ્યા હતા. જેમાં જસદણના આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે આવેલા એક શોપિંગ સેન્ટરની નજીક સાંજના 4 વાગ્યા આસપાસ જસદણના ગંગાભુવનમાં રહેતા ભરતભાઈ ભોળાભાઈ છાયાણી ઉર્ફે બીબીસી નામના વ્યક્તિએ રોડની સાઈડમાં બાઈક ઉભું રાખી તેના મિત્ર પાસે બેઠા હતા.

ત્યારે એક અજાણ્યો શખ્સ બાઈક માલિક ભરતભાઈ છાયાણી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે મારી બાઈકમાં પેટ્રોલનું ઢાંકણું નથી ખુલતું એટલે તમારા બાઈકની ચાવી આપો કહી બાઈક ચોર તે બાઈક માલિકની નજર ચૂકવી એકાએક પલાયન થઈ ગયો. જો કે બાઈકના માલિકને આ અંગેની જાણ થતા તેનો પીછો કર્યો હતો. પરંતુ બાઈક ચોર હાથ ન લાગતા આખરે જસદણ પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચોર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેથી જસદણ પોલીસે બાઈક માલિક ભરતભાઈ ભોળાભાઈ છાયાણીની ફરિયાદના આધારે તાત્કાલિક ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે અજાણ્યા બાઈક ચોરની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...