જસદણમાં આટકોટ રોડ સંપની પીવાના પાણીની મેઈન પાઈપલાઈન લીકેજ થતા પાણીનો વેડફાટ થવાની સાથોસાથ પાણી વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. જેના કારણે જસદણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભર શિયાળે પાણીનો પોકાર ઉઠવા પામ્યો હતો.
આ પાણીની પાઈપલાઈન લીકેજ થતા શહેરના ગંગાભુવન, આટકોટ રોડ, પુષ્કરધામ, સોલીટેર સોસાયટી, વડલાવાડી, હરિકૃષ્ણનગર, વિરાણીનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જેના પગલે જસદણ નગરપાલિકાની ટીમ દ્વારા તાબડતોબ લીકેજ થયેલી મેઈન ી પાઈપલાઈનનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. તાબડતોબ પાણીની મેઈન પાઈપલાઈન રીપેરીંગ કરવામાં આવતા ફરી શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા શરૂ થઈ જતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.