તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જસદણ અને વીંછિયા પંથકમાં વ્યાજખોરોના ત્રાસ અને પ્રેમ પ્રકરણના લીધે આપઘાત કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. છતાં સ્થાનિક પોલીસ તંત્ર આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાના બદલે તપાસની કાર્યવાહી કરી સંતોષ માની લેતું હોવાથી લોકો આપઘાત કરવા માટે મજબુર બની રહ્યા છે. ત્યારે જસદણમાં વધુ એક યુવાનનો આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં જસદણની વિવેકાનંદ સોસાયટીમાં શેરી નં.5 માં રહેતો અને છેલ્લા બે વર્ષથી તેના બનેવી સાથે રાજકોટ રહેતો તેમજ 8 દિવસ પહેલા જ અલગ રૂમ રાખી ભાડે રહેતો પીયુષ કલ્યાણભાઈ મજેઠીયા(ઉ.વ.27) એ સોમવારે જસદણ તેમના ઘરે સવારે 10 વાગ્યા આસપાસ ઝેરી દવા પી લેતા તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાય તે પૂર્વે જ રસ્તામાં દમ તોડી દીધો હતો.
યુવાનના મૃત્યુના પગલે પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો હતો. બાદમાં યુવાનની લાશને જસદણની સરકારી હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવતા તેના ખીસ્સામાં રહેલી સ્યુસાઈડ નોટ જસદણ પોલીસને મળી આવી હતી. જેથી જસદણ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં મૃતકે રાજકોટની યુવતીના પ્રેમ પ્રકરણ અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પિતા 10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા અને તેની માતા પ્રજ્ઞાચક્ષુ છે તેમજ મૃતક અપરણિત હતો અને ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. પિયુષે વ્યાજખોરો અને પ્રેમ પ્રકરણના મુદે જ કંટાળીને મોત માગી લીધાની કેફિયત મૃતકના બનેવી વિવેક સોલંકીએ આપી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.