તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરાસત:સૌરાષ્ટ્રની ધરાની ઓળખ સમા દેશી નળિયા અને ગાર ગોરમટી ધરાવતા ઘર લુપ્તતાને આરે

જસદણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીંછિયાના પીપરડીમાં આવા ઘર જોવા મળે છે, જેમાં રહેવાથી બીમારી ઓછી આવતી હોવાનું વડીલોનું તારણ

સૌરાષ્ટ્રના પાંચાળ ધરતીના ગામડામાં આજે પણ અમુક જગ્યાએ દેશી નળિયા અને ગાર ગોરમટીવાળા ઘરો જોવા મળી રહ્યા છે. જો કે આજના ટેકનોલોજીના યુગમાં દેશી નળિયા અને ગાર ગોરમટીવાળા મકાનો દિવસે-દિવસે લુપ્ત થઈ રહ્યા છે. આવા ઘર શહેરમાં વસ્તા નવી પેઢીના લોકોને ભાગ્યે જ જોવા મળે છે. આવનારા સમયમાં પાંચાળ પંથકના ગામડાઓમાં પણ આવા ઘરો લૂપ્ત થઈ જશે. શતાયુ લોકોના જણાવ્યા મુજબ, ગાર ગોરમટીવાળા અને દેશી નળિયાવાળા ઘરોમાં ઉનાળાના સમયે ગરમી લાગતી નથી અને આવા ઘરની દીવાલો અને તળીયું ગાયના ગોબરથી લીપેલું હોવાથી પગના તળીયા બળતા નથી તેમજ શરીરની ગરમી પણ ઓછી કરે છે. આવા ગાર ગોરમટીવાળા ઘરોમાં રહેવાથી લોકોને બીમારી ઓછી થાય છે.

હાલ સૌરાષ્ટ્રના પાંચાળના રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના પીપરડી ગામ સહિતના અમુક ગામડાઓમાં હજુ પણ આવા ઘરો જોવા મળે છે. પરંતુ આવનારા સમયમાં આવા ઘરો આવનારી નવી પેઢીને કદાચ જોવા પણ નહી મળે. જેથી આવા જૂની સંસ્કૃતિના મકાનો આવનારા સમયમાં ટકી રહે તો સંસ્કૃતિનું જતન થાય.

આવા ઘરો ગેસ દુર્ઘટના જેવી આફતોમાંથી ઉગારી શકે
આ અંગે સાંઈરામ દવેએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે 1985માં ભોપાલમાં ઝેરી ગેસ દુર્ઘટના બની હતી. જેમાં કાર્બોહાઈડ્રેટની ઝેરી ગેસની અસરથી હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને લાખો લોકો આંધળા-અપંગ થયા હતા. ત્યારે ભોપાલમાં જે જગ્યાએ આ દુર્ઘટના બની હતી તેનાથી એક માઈલ દુર બે ઘર હતા. જેમાં એક ઘર સોહનલાલ ઘુશવા અને બીજું ઘર એન.એલ.રાઠોડનું હતું. જેમના પરિવારના એકપણ માણસ તે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા ન હતા અને કોઈ માંદા પણ પડ્યા ન હતા. જોકે આજે પણ બન્નેના પરિવાર કોઈપણ ખોડખાપણ વગર તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.આ બન્ને ઘરો એટલે બચી ગયા હતા કે તે ઘરમાં સવાર-સાંજ અગ્નિહોત્ર હવન થતો હતો અને દીવાલો ગાયના ગોબરથી લીપેલી હોવાથી ઝેરી ગેસની અસર થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...