તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાગ્રસ્ત દર્દીઓને મુશ્કેલી:જસદણના કોવિડ સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને જમવાની તથા નાસ્તા-પાણીની વ્યવસ્થા જ નથી

જસદણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાર-સંભાળ માટે સ્ટાફ ન હોવાથી સારવાર લઇ રહેલા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે એક સમયે જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવેલા કોવિડ સેન્ટર તમામ સુવિધા અને સવલતોથી સજજ હતું. જેથી કરીને સારવાર માટે દર્દીઓની પ્રથમ પસંદગી જસદણનું કોવિડ સેન્ટર હતું. જિલ્લા બહારના દર્દીઓ પણ જસદણ કોવિડ સેન્ટરમાં સારવાર અર્થે આવતા હતા અને કોવિડ સેન્ટરમાં આજદિન સુધી કોઈ પણ દર્દીઓનું મૃત્યુ નોંધાયું નથી એ ખૂબજ મહત્વની વાત કહેવાય.

પરંતુ કોરોના મહામારીએ ફરી માથું ઉચકતા સરકારના આદેશ અનુસાર ગત તા.26 થી ફરીથી જસદણમાં કોવિડ સેન્ટર શરૂ થતા પ્રથમ દિવસે જ 5 દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. જ્યારે આજે ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યા 11 થઈ ગઈ હોવા છતાં સરકારની સુચના મુજબ સારવાર લઈ રહેલા તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જમવાની તેમજ નાસ્તા-પાણીની વ્યવસ્થા સ્થાનિક વહીવટી તંત્રએ કરવાની હોય છે. ત્યારે આજે ત્રણ દિવસ વિત્યા હોવા છતા દર્દીઓ માટે જમવાની તેમજ નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ફળ રહ્યું છે.

હાલ દર્દીઓ માટે માનવતાનું રખોપું કરી રહેલા સેવાભાવી લોકો દર્દીઓને મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર માટે આ એક શરમજનક ઘટના કહેવાય તેવું નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ જણાવ્યું હતું. દર્દીઓની સાર-સંભાળ રાખવા માટે કોવિડ સેન્ટરમાં જરૂરિયાત મુજબનો સ્ટાફ ન હોવાથી સારવાર લઈ રહેલા દર્દીઓ તરફી ધાર્યું અને સારૂ પરિણામ નહી આવે તો જવાબદારી કોના શિરે રહેશે તેવા વેધક સવાલો નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ કર્યા હતા.

હાલમાં અત્યારે 11 કોરોનાના દર્દીઓ એડમીટ છે. જેમાં 6 મહિલાઓ અને 5 પુરૂષો છે. હાલમાં સ્ટાફમાં બે નર્સિંગ, 4 ડોક્ટર્સ, 2 એમ.ડી.ફિઝિશ્યન કન્સલ્ટન્ટ ડોક્ટર્સ છે. અમારે સતત દર્દીઓના મોનીટરીંગમાં રહેવાનું હોય છે. હાલ સ્ટુડન્ટ સિસ્ટર સ્ટાફની ઘટ છે. અત્યારે હાલમાં દર્દીઓને જમવા માટેની વ્યવસ્થામાં પેશન્ટના ઘરેથી અથવા નાસ્તો કે એવું આવતું હોય છે. પેશન્ટને બહારથી પીવાના પાણીની બોટલો આપવામાં આવે છે. અત્યારે તો પાણીની વ્યવસ્થા છે જ. > ડો. નિલેશ બાંભણિયા, આયુષ મેડિકલ ઓફિસર, જસદણ

તંત્રે કરવાનું કામ નિ:સ્વાર્થ સેવા સમિતિએ કર્યું
​​​​​​​અમારી સંસ્થાએ લોકડાઉનમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને ઘણી બધી સેવા આપી હતી, પરંતુ સંસ્થાને એક કડવો અનુભવ થતા એક વર્ષ સુધી સેવા આપી છે, હવે તે સેવા બંધ કરેલ છે. અમારી સંસ્થા કદાચ ભારતની એક એવી સંસ્થા હશે કે કોરોનાગ્રસ્ત દર્દીઓના ખાટલા સુધી મદદરૂપ થતી હતી ત્યારે જસદણમાં કોવિડ સેન્ટર ફરી બે દિવસથી ચાલુ થયું છે.

અમે હાલની પ્રવૃત્તિમાં કોવિડ સેન્ટર સિવાયની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ, દાખલ દર્દીઓ માટે કાયમી ધોરણે મદદરૂપ થઈએ છીએ, પરંતુ બે દિવસથી દાખલ થયેલા દર્દીઓને પાણી અને નાસ્તો સહિતની સવલતો મળતી ન હોવાની વાત અમને કાને આવતા તે સુવિધા અમે માનવતાના ધોરણે પૂરી પાડી હતી. અમે એક વર્ષ સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી તેની વહીવટીતંત્રે કે સરકારે કોઈપણ પ્રકારની નોંધ લીધી નથી. > મેહુલભાઇ સંઘવી, નિ:સ્વાર્થ સેવા સમિતિ-જસદણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો