તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલીનો અંત:જસદણ નગરપાલિકાએ 20 દિવસે નવી પાઇપ નાખી દીધી

જસદણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહિયર સિટીમાં રહેતા લોકોની સમસ્યાનો આવ્યો ઉકેલ

જસદણની સહિયર સીટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હતી. જેથી જસદણ નગરપાલિકાની ટીમ દ્વારા અંદાજે 20 દિવસ પહેલા સહિયર સીટીના રહીશોને નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટેની નવી પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કરાયું હતું.

જો કે માત્ર 20 દિવસ જેટલા ટૂંકા સમયમાં પીવાના પાણીની પાઈપલાઈન નાખી દેવામાં આવતા રહીશોમાં ખુશાલી છવાઈ ગઈ હતી. ત્યારે જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા, પાણી પુરવઠા ચેરમેનના પ્રતિનિધિ નીતિનભાઈ ચોહલીયા, ઉપપ્રમુખ દીપુભાઈ ગીડા, કારોબારી ચેરમેન પ્રતિનિધિ પ્રવીણભાઈ ઘોડકીયા અને બાગ-બગીચાના ચેરમેન પ્રતિનિધિ દુર્ગેશભાઈ કુબાવત દ્વારા નગરપાલિકાના વાલ્વમેન કમશીભાઈ રબારી અને હિંમતભાઈને સાથે રાખી સહિયર સિટીમાં નવી પાણીની પાઈપલાઈન મારફત પાણી વિતરણ કરાતા પાણીનો પ્રશ્ન ઉકેલાયો હતો. આ તકે સહિયર સિટીના રહીશોને પીવાનું પાણી મળતા પાણી સમિતિના ચેરમેન પ્રતિનિધિ નીતિનભાઈ ચોહલીયા સહિતનાઓનો રહીશોએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...