તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:આટકોટ પાસે પ્રૌઢને માર મારી બ્લેડથી ઈજા પહોંચાડી, પ્રૌઢ રાત્રે પાનના ગલ્લેથી ફાકી લઈને ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો

જસદણએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આટકોટમાં રાત્રીના પાનના ગલ્લેથી ફાકી લઈને તેના ઘેર જઈ રહેલા પ્રૌઢને અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો મારમારી બ્લેડથી ઈજા કરતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ કૈલાસનગરમાં રહેતા અને કુકર-પ્રાઈમસ રીપેરીંગનું કામ કરતા હેમતભાઈ રામાભાઈ રાઠોડ(ઉ.વ.50) રાત્રે ગામમાં પાનના ગલ્લેથી ફાકી લઈને ઘરે આવતા હતા. ત્યારે ઘર પાસે કોઈ અજાણ્યા શખ્સોએ તેને રોકી ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારી હાથે, વાંસાના ભાગે અને બ્લેડથી હોઠ ઉપર ઈજા કરી નાસી ગયા હતા. આ બનાવની જાણ થતા તેમના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત હેમતભાઈને અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે સિવિલ હોસ્પીેટલ ચોકીના ઈન્ચાર્જે જાણ કરતા આટકોટ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો